Home Gujarat ખુલ્લી કારમાં મોદીનો રોડ શો, પ્રધાનમંત્રી મોદી ઉપર ફુલોની વર્ષા કરીને ભવ્ય...

ખુલ્લી કારમાં મોદીનો રોડ શો, પ્રધાનમંત્રી મોદી ઉપર ફુલોની વર્ષા કરીને ભવ્ય સ્વાગત કરાયું, જુઓ Video

https://youtu.be/MLdlOtgnQa8

Face Of Nation 11-03-2022 : કોરોનાકાળ પછી પ્રથમ વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 11 અને 12 માર્ચ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. કમલમ સુધીના રોડ શોમાં તેમની સાથે મુખ્યમંત્રી પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલ પણ ખુલ્લી થારમાં જોવા મળે છે. પીએમ મોદી ખુલ્લી જીપમાં ભાજપ લખેલી કેસરી ટોપી સાથે જનતાનું અભિવાદન ઝીલી રહ્યા છે. એરપોર્ટથી કમલમ સુધીના રસ્તા પર મયૂર ડાન્સ, કુચીપુડી, ભરતનાટ્યમ જેવી પ્રસ્તુતિથી વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 9 કિલો મીટરના 2 કલાકના રોડ શો બાદ મોદીનો કાફલો કમલમ પહોંચ્યો હતો. કમલમ પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી મોદી પર ફુલોની વર્ષા કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદના મેયર કિરીટ પરમારને રોકવામાં આવ્યા હતી. તેઓ પ્રધાનમંત્રી મોદીના રોડ શોમાં પાછળ રહી ગયા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).