Home Gujarat કમલમમાં ભાજપના તમામ નેતાઓ માસ્કમાં, પરંતુ પ્રધાનમંત્રી, પાટીલ અને CM માસ્ક વિના...

કમલમમાં ભાજપના તમામ નેતાઓ માસ્કમાં, પરંતુ પ્રધાનમંત્રી, પાટીલ અને CM માસ્ક વિના જોવા મળ્યા!?

Face Of Nation 11-03-2022 : પ્રધાનમંત્રી મોદી એરપોર્ટથી રોડ શો કરીને કમલમ પહોંચી ગયાં છે. તેઓ કમલમમાં ભાજપના નેતાઓ, ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક કરવાનાં છે. કમલમ ખાતે ભાજપના નેતાઓ કલાકોથી વડાપ્રધાનના આગમનની રાહ જોઈ રહ્યાં હતાં. ત્યારે હવે પ્રધાનમંત્રી કમલમ પહોંચી ગયાં છે. હોલમાં બેઠક વ્યવસ્થા કરી દેવામાં આવી છે. LED લાઈટ, સ્ટેજ લાઈટ સહિતની સુવિધાઓ હોલમાં અંદાજે 350 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બીજી તરફ કમલમમાં ભાજપના તમામ નેતાઓ માસ્કમાં જોવા મળ્યાં હતાં પરંતુ મોદી, પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માસ્ક વિના જોવા મળ્યા હતાં.
એરપોર્ટથી કમલમ સુધીનો 9 કિ.મીનો રોડ શો દોઢ કલાકમાં પુરો થયો
નીતિન પટેલ અને રૂપાણી સહિતના નેતાઓએ મોદીના ચરણોમાં ફૂલ અર્પણ કર્યાં હતાં. એરપોર્ટથી કમલમ સુધીનો 9 કિ.મીનો રોડ શો દોઢ કલાકમાં પુરો થયો હતો. ભાટ ગામથી કમલમ સુધી રોડ શોની ઝડપ વધારવી પડી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).