Home Gujarat રોડ શોમાં ‘પાટીલ’નો ટાર્ગેટ ખોટો પડ્યો, IBના રિપોર્ટ મુજબ માત્ર 65,000 લોકો...

રોડ શોમાં ‘પાટીલ’નો ટાર્ગેટ ખોટો પડ્યો, IBના રિપોર્ટ મુજબ માત્ર 65,000 લોકો જ આવ્યા…!

Face Of Nation 11-03-2022 :  કોરોના બાદ સૌ પ્રથમ વખત ગુજરાતમાં મોટો કાર્યક્રમ યોજાઈ રહ્યાં છે જેની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શોથી થઈ હતી. પ્રધાનમંત્રીના રોડ શોમાં 4 લાખ લોકોને ભેગા કરવાનો ભાજપનો ટાર્ગેટ હતો. પરંતુ આ ટાર્ગેટ ખોટો પડ્યો છે અને IB એ કરેલા સર્વે અને રિપોર્ટ અનુસાર માત્ર 65,000 લોકો જ રોડ શોમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ભાજપના ટાર્ગેટ મુજબ 4 લાખ લોકો ભેગા કરવાના હતા
4 રાજ્યોમાં ભાજપની ભવ્ય જીત બાદ ગુજરાતમાં પણ હવે મિશન 2022 સાથે પીએમ મોદી આવ્યા હતા. આજે પીએમ મોદીનો એરપોર્ટથી કમલમ સુધી 9 કિમીનો રોડ શો યોજાયો હતો. આ રોડ શો માટે ભાજપ દ્વારા તૈયારી કરવામાં આવી હતી. રોડ શોમાં લોકોની ભીડ ભેગી કરવા તમામ સાંસદ, મંત્રી, ધારાસભ્ય, કોર્પોરેટર, વોર્ડ પ્રમુખને જવાબદારી સોંપવામાં આવી હતી. ભાજપના ટાર્ગેટ મુજબ 4 લાખ લોકો ભેગા કરવાના હતા. 5 લાખ લોકોને ભેગા કરવાનો ભાજપ ટાર્ગેટ આજે ખોટો પડ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ IB દ્વારા રોડ શોમાં આવેલ લોકોની સંખ્યાનો સર્વે કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ અને સ્ટેટ આઈબી દ્વારા કરેલા સર્વે મુજબ સમગ્ર રોડ શોમાં માત્ર 65,000 લોકો જ હાજર રહ્યા હતા. એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધી માત્ર 30,000 લોકો જ હતા. ચાલુ દિવસ હોવાને કારણે લોકોએ રોડ શોમાં ખાસ રસ લીધો ના હોવાનું જાણવા મળ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).