Home Gujarat રોડ-શોમાં ટોપી ખાસ આકર્ષણનું કેન્દ્ર બની, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી સુધી ભગવા ટોપી...

રોડ-શોમાં ટોપી ખાસ આકર્ષણનું કેન્દ્ર બની, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી સુધી ભગવા ટોપી રહેશે?

Face Of Nation 11-03-2022 : ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાવીને બીજા જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવ્યા છે. એરપોર્ટથી ગાંધીનગર પ્રદેશ ભાજપના કાર્યાલય કમલમ સુધી 10 કિલોમીટરના રોડ-શોમાં બધે મોદીની નવી ભગવા ટોપીની જ ચર્ચા છે. ભાજપ તરફથી એવી પણ જાહેરાત કરાઈ છે કે, હવે આગામી વિધાનસભા ચૂંટણી સુધી ભાજપના તમામ નેતાઓ અને કાર્યકરો પ્રચાર દરમિયાન આ નવી ભગવા ટોપી જ પહેરશે. જો કે, અલગ-અલગ પ્રસંગને અનુરૂપ ટોપી પહેરવી એ મોદીની જૂની આદત અને શૈલી છે.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી સુધી ભગવા ટોપી રહેશે
મોદી શુક્રવારે અમદાવાદ એરપોર્ટથી 10 કિ.મી.નો રોડ-શો કરીને ગાંધીનગર કમલમ કાર્યાલય પહોંચ્યા હતા. આ સાથે જ હવે ગુજરાત ભાજપ દ્વારા તમામ નેતાઓ અને કાર્યકરોને આગામી વિધાનસભા ચૂંટણી સુધી પ્રચાર દરમિયાન આ નવી ભગવા ટોપી જ પહેરવા નિર્દેશ કરાયો છે. આ ટોપીની ખાસિયત એ છે કે તેના આગળના ભાગે ભાજપની એમ્બ્રોઈડરી કરાવેલી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).