Face Of Nation 11-03-2022 : ગુજરાતનું વાતવરણ હાલમાં એકદમ જ બદલાઇ ગયુ છે. વાતવરણમાં અચાનક પલટો આવવાને કારણે બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે. વાતાવરણમાં પલટો આવવાને કારણે બે દિવસ પહેલા જ અમદાવાદમાં કમોસમી વરસાદ આવ્યો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને અનેક ઘણું નુકસાન થયું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આવનારા દિવસોમાં કાળઝાળ ગરમી પડશે. આમ, દરેક ગુજરાતના લોકોએ હવે ગરમી સહન કરવી પડશે. અમદાવાદ જેવા બીજા શહેરોમાં ગરમીનો પારો વધતા જ બપોરના રોડ સુમસામ થવા લાગે છે અને લોકો બને ત્યાં સુધી ઘરની અને ઓફિસની બહાર નિકળવાનું ટાળતા હોય છે.
માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી શકે
હોળીના તહેવાર પહેલા જ લોકોએ કાળઝાળ ગરમીને સહન કરવી પડશે. માનવામાં આવે છે કે, માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી શકે છે. આમ, આ વખતે માર્ચ મહિનાથી જ અમદાવાદ, ગાંધીનગર જેવા બીજા અનેક શહેરના લોકોએ હિટવેવનો સામનો કરવો પડશે. વાતાવરણમાં પલટો આવવાને કારણે આગામી અઠવાડિયામાં કાળઝાળ ગરમી પડી શકે છે. આવતા અઠવાડિયામાં ગરમીનો પારો ઊંચો જશે. 10મી માર્ચથી 16મી માર્ચ સુધી ગરમીનો પારો ખૂબ જ ઝડપથી વધી શકે છે. જો આ પ્રમાણે ગરમી પડશે તો આ સીઝનની પહેલી હિટવેવ સાબિત થઇ શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).