Home News યોગીએ આનંદીબેનને આપ્યું રાજીનામું; આવતીકાલે પ્રધાનમંત્રીને મળી આગળની રણનીતિ નક્કી કરશે

યોગીએ આનંદીબેનને આપ્યું રાજીનામું; આવતીકાલે પ્રધાનમંત્રીને મળી આગળની રણનીતિ નક્કી કરશે

Face Of Nation 12-03-2022 : ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત પછી યુપીના કાર્યકારી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રવિવારે દિલ્હી જશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે યોગી અહીં પ્રધાનમંત્રી મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેની નડ્ડા સાથે મુલાકાત કરવાના છે. આવતી કાલે દિલ્હીમાં યોગી સરકારના નવા કેબિન્ટ સભ્યો નક્કી થાય તેવી પણ શક્યતા છે. આ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે યોગી તેમના નવા મંત્રીમંડળ સાથે હોળી પછી શપથ ગ્રહણ કરશે. આજે યોગી આદિત્યનાથે રાજ્યપાલ આનંદીબેન પટેલને તેમનું રાજીનામું આપી દીધું છે.
યોગીએ તેમના ઘરે કેબિનેટ મંત્રીઓની બેઠક બોલાવી હતી
રવિવારે દિલ્હી જતા પહેલાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે તેમના ઘરે કેબિનેટ મંત્રીઓની બેઠક બોલાવી હતી. 2022ની ચૂંટણી જીત્યા પછી યોગી આદિત્યનાથે આ પહેલી બેઠક કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉપ મુખ્યમંત્રી દિનેશ શર્મા, કેબિનેટ મંત્રી બૃજેશ પાઠક, મંત્રી લાલજી ટંડ અને મંત્રી અનિલ રાજભર યોગીના ઘરે પહોંચ્યા છે.
મહાત્મા ગાંધીને ફૂલ અર્પણ કર્યા, રાજ્યપાલને રાજીનામું આપ્યું
કેબિનેટ મંત્રીઓ સાથે બેઠક પછી યોગી આદિત્યનાથ રાજભવન પહોંચ્યા હતા. અહીં તેમણે મહાત્મા ગાંધીની મૂર્તિને ફૂલ અર્પણ કર્યા હતા. ત્યારપછી તેઓ રાજ્યપાલ આનંદીબેન પટેલને મળવા પહોંચ્યા હતા. આજે રાજ્યપાલ આનંદીબેનને રાજીનામું સોંપ્યા પછી હવે નવી સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે બીજેપી સરકાર સત્તામાં પરત આવી તેના ઘણાં અર્થ જોવામાં આવી રહ્યા છે. ઘણી અંધશ્રદ્ધાઓ ટૂટી ગઈ છે, ઘણાં મુદ્દાઓ ગાયબ થઈ ગયા છે. જે લખીમપુરી ખીરી વિસ્તારમાં તિકુનિયા હિંસા થઈ હતી, ત્યાં પણ બીજેપીએ ક્લિન સ્વીપ કરીને 8 સીટો પર જીત મેળવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).