Home Uncategorized ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ‘યલો એલર્ટ’ આપ્યું; ભુજનું તાપમાન...

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ‘યલો એલર્ટ’ આપ્યું; ભુજનું તાપમાન 38 ડિગ્રીએ પર

Face Of Nation 12-03-2022 : ગુજરાતમાં હીટવેવની અસર શરૂ થઈ ગઈ છે. ઉનાળાની ગરમીનો અહેસાસ હવે થવા લાગ્યો છે. ત્યારે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા હીટ વેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે હાલમાં ઉત્તર-પૂર્વ દિશાનો પવન છે, જેથી આગામી ચારથી પાંચ દિવસ સરેરાશ મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડીગ્રીનો વધારો થઈ શકે છે. ગુજરાતમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી યલો એલર્ટ આપ્યું છે. ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 40 ડીગ્રી પહોંચશે.
સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં હીટ વેવની આગાહી : હવામાન વિભાગે આગાહી કરી છે કે બેથી ચાર ડીગ્રી તાપમાન વધી જશે અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે, જેમાં કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ, દિવ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં ગરમ પવનનો ફૂંકાશે.અને લોકો કાળઝાળ ગરમીનો અહેસાસ થશે. અમદાવાદ, સુરત, અમરેલી, રાજકોટ, પોરબંદરનું મહત્તમ તાપમાન 37 ડીગ્રીએ પહોંચી ગયું છે તો ભુજનું મહત્તમ તાપમાન 38 ડીગ્રીએ પહોંચ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).