Home News મુંબઈમાં ભારે વરસાદથી પરેશાની,અમદાવાદમાં પહેલી વખત જ એકસાથે 12 ફ્લાઈટો પલટાઈ

મુંબઈમાં ભારે વરસાદથી પરેશાની,અમદાવાદમાં પહેલી વખત જ એકસાથે 12 ફ્લાઈટો પલટાઈ

અત્યાર સુધી વરસાદ કે અન્ય કોઈ કારણથી 4-6 ફ્લાઈટો જ ડાયવર્ટ થતી હતી

Face Of Nation:અમદાવાદ: મુંબઈ એરપોર્ટનો રનવે બંધ કરાતા અમદાવાદ એરપોર્ટ પર રાતના સમયે 12 ફ્લાઈટો ડાયવર્ટ થઈ હતી. અત્યાર સુધી વરસાદ કે અન્ય કોઈ કારણથી 4-6 ફ્લાઈટો જ ડાયવર્ટ થતી હતી. પરંતુ સોમવારે મોડી રાતે 12 ફ્લાઈટો ડાયવર્ટ થઈ હોવાની ઘટના અમદાવાદ એરપોર્ટ પર પહેલીવાર બની હતી. જેના પગલે એરપોર્ટ પર એર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. આની અસર અમદાવાદ આવતી-જતી ફ્લાઈટોના શિડ્યૂલ પર પણ પડી.

અમદાવાદ ડાયવર્ટ થયેલી ફ્લાઈટો
એક્સપ્રેસ ઇન્ડિયા – દુબઈ – મુંબઈ
ઇન્ડિગો – કોઈમ્બતુર – મુંબઈ
સ્પાઈસ જેટ – ચેન્નઈ – મુંબઈ
રેડ લાઈટ – કોલકાતા – મુંબઈ
સ્પાઈસ જેટ – દિલ્હી – મુંબઈ
ઇન્ડિગો – હૈદરાબાદ – મુંબઈ
ગોએર – બેંગલુરુ – મુંબઈ
વિસ્તારા – દિલ્હી – મુંબઈ
એર ઇન્ડિયા – દિલ્હી – મુંબઈ
ગોએર – જયપુર – મુંબઈ
સ્પાઈસ જેટ – કોલકાતા – મુંબઈ
કોરિયન એર. – સિઓલ – મુંબઈ

70 ફ્લાઈટ 13 કલાક સુધી લેટ
ગો-એર
અમદાવાદ-મુંબઈ-13.34 કલાક
અમદાવાદ-મુંબઈ-4.20 કલાક
અમદાવાદ-મુંબઈ-3.19 કલાક
મુંબઈ-અમદાવાદ-4.18 કલાક
સ્પાઇસ જેટ
અમદાવાદ-પુણે-3.58 કલાક
મુંબઈ-અમદાવાદ-3.30 કલાક
એર ઈન્ડિયા
અમદાવાદ-મુંબઈ-4.36 કલાક
ઈન્ડિગો
અમદાવાદ-મુંબઈ-3.00 કલાક
અમદાવાદ-મુંબઈ-7.39 કલાક
અમદાવાદ-ગોવા-3.02 કલાક
મુંબઈ-અમદાવાદ-4.15 કલાક
મુંબઈ-અમદાવાદ-3.40 કલાક

આ ફ્લાઈટ રદ કરવી પડી
ગો એર
અમદાવાદ – મુંબઈ
મુંબઈ – અમદાવાદ
ઈન્ડિગો
મુંબઈ – અમદાવાદ
મુંબઈ – અમદાવાદ

રદ કરાયેલી ટ્રેનો
મુંબઈ-સુરત ફ્લાઈંગ રાણી
મુંબઈ – અમદાવાદ શતાબ્દી
મુંબઈ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ
અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન

અધવચ્ચે અટકાવાયેલી ટ્રેનો
અમદાવાદ – મુંબઈ પેસેન્જર વાપીથી
અમદાવાદ-મુંબઈ ડબલડેકર અને કર્ણાવતી વલસાડથી
જયપુર-બાંદ્રા સુપરફાસ્ટ વાપીથી
ભુજ – દાદર, બીકાનેર – બાંદ્રા રાણકપુર દહાણુ રોડ
જોધપુર-બાંદ્રા સૂર્યનગરી સુરતથી
અમદાવાદ – મુંબઈ ગુજરાત મેલ બોરીવલીથી
બિકાનેર-બાંદ્રા સુપરફાસ્ટ નવસારીથી પરત કરાઈ.