Home Sports બીજી ટેસ્ટ : પ્રથમ ઇનિંગમાં ભારત 252 ઓલઆઉટ; પ્રથમ દિવસની રમત પૂરી...

બીજી ટેસ્ટ : પ્રથમ ઇનિંગમાં ભારત 252 ઓલઆઉટ; પ્રથમ દિવસની રમત પૂરી થતાં શ્રીલંકાનો સ્કોર 86/6

Face Of Nation 13-03-2022 : ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટનો પહેલો દિવસ બોલર્સને નામ રહ્યો છે. તેવામાં આ ડે-નાઈટ ટેસ્ટ મેચમાં કુલ 16 વિકેટ પડી છે. ઈન્ડિયન ટીમે આ મેચમાં ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન ભારતે 252 રનનો સ્કોર કર્યો હતો. જેના જવાબમાં શ્રીલંકન ટીમનો સ્કોર DAY-1 સ્ટમ્પ્સ સુધી 6 વિકેટના નુકસાને 86 રન છે. અત્યારે લસિથ એમ્બુલડેનિયા 0 અને નિરોશન ડિકવેલા 13 રન કરી ક્રીઝ પર હાજર છે. જસપ્રીત બુમરાહે 3 અને મોહમ્મદ શમીએ 2 વિકેટ લીધી છે.
વિહારી-કોહલી સારી શરૂઆત પછી આઉટ
ભારતે 29ના સ્કોર પર પહેલી બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર પછી હનુમા વિહારી અને વિરાટ કોહલીએ ત્રીજી વિકેટ માટે ઈનિંગને સંભાળતા 102 બોલમાં 47 રન જોડ્યા હતા.જોકે ત્યારપછી વિહારી 81 બોલમાં 31 રન કરીને આઉટ થયો હતો.
રોહિતની 400મી ઈન્ટરનેશનલ મેચ
ઈન્ડિયન ટીમના કેપ્ટન રોહિત શર્માની આ 400મી ઈન્ટરનેશનલ મેચ છે. ભારત માટે હિટમેને ત્રણેય ફોર્મેટમાં મળીને કુલ 400 મેચ રમાનારો રોહિત શર્મા 8મો ખેલાડી છે. તેણે અત્યારસુધી 230 વનડે, 125 T20 અને 45 ટેસ્ટ મેચ રમી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).