Face Of Nation 13-03-2022 : પોતાના ખૂબ જ કડક નિયમો માટે સમગ્ર વિશ્વમાં જાણીતા સાઉદી અરબે શનિવારે 81 લોકોને ફાંસીની સજા આપી હતી. આ સાથે સાઉદી અરબમાં એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં ફાંસી આપવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે.દુષ્કર્મ, હત્યા, ધાર્મિક સ્થળો ઉપર હુમલા, આતંકવાદી પ્રવૃત્તિમાં સંડોવણી જેવા ગંભીર ગુના સાબીત થયા બાદ આ કઠોર પગલા ભરવામાં આવ્યા છે. જે ગુનેગારોને સજા કરવામાં આવી છે તેમાં આતંકવાદી સંગઠન અલ કાયદા, ઈસ્લામિક સ્ટેટ અને હૂતી સંગઠન સાથે સંકળાયેલા લોકોનો પણ સમાવેશ થાય છે.સાઉદી પ્રેસ એજન્સીએ સાઉદી અરબના ગૃહ મંત્રાલયને ટાંકી કહ્યું છે કે ફાંસીની આપવામાં આવી હતી તેમાં 73 સાઉદી નાગરિક, સાત યમન નાગરિક તથા એક સીરિયાના નાગરિકનો સમાવેશ થાય છે.
વર્ષ 2021માં કુલ 69 લોકોને ફાંસી આપવામાં આવી હતી
મૃત્યુદંડની સજા કરવામાં આવેલા તમામ લોકો ઉપર સાઉદીની વિવિધ અદાલતોમાં કેસ ચલાવવામાં આવ્યા હતા, જેમાં દરેક વ્યક્તિ માટે ત્રણ અલગ-અલગ તબક્કામાં 13 ન્યાયધિશ દ્વારા સુનાવણી કરવામાં આવી હતી. એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં ગુનેગારોને ફાંસી આપવામાં આવી છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. અગાઉ સમગ્ર વર્ષ 2021માં કુલ 69 લોકોને ફાંસી આપવામાં આવી હતી. સરકારી સાઉદી પ્રેસ એજન્સીએ જણાવ્યું હતું કે શનિવારે આ ગુનેગારોને ફાંસી આપવામાં આવી છે. તેમા એવા ગુનોગારોનો સમાવેશ થાય છે કે જેમણે નિર્દોષ લોકોની હત્યા કરવા સહિત વિવિધ ગુનામાં દોષિત ઠરાવવામાં આવ્યા હતા.
1980માં 63 આતંકીને મોતની સજા અપાયેલી
આ અગાઉ વર્ષ 1980ના જાન્યુઆરી મહિનામાં 63 આતંકવાદીને મોતની સજા આપવામાં આવી હતી. તેમની ઉપર વર્ષ 1979માં સામ્રાજ્ય ઉપર સૌથી ઘાતક આતંકવાદી હુમલો કરી ઈસ્લામ ધર્મના પવિત્ર સ્થળ મક્કાની મસ્જિદને નિશાન બનાવવામાં આવી હતી. શનિવારે આપવામાં આવેલી સજાએ આ રેકોર્ડ તોડી નાંખ્યો હતો. જોકે 81 લોકોને કયાં સ્થળે ફાંસી આપવામાં આવી છે તે અંગે કોઈ વિશેષ માહિતી આપવામાં આવી નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).