Face Of Nation 13-03-2022 : રશિયાએ યુક્રેનની રાજધાની કીવ તરફ નજીક આવેલા વિસ્તારો ઉપર હુમલા વધારી દીધા છે. પશ્ચિમી દેશો રશિયાને નિયંત્રિત કરવા માટે સતત પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી રહ્યા છે. જેને લઈ વળતો પ્રહાર કરતા રશિયાએ પણ કડક વલણ અપનાવી દીધું છે. રશિયાએ ધમકી આપી છે કે પશ્ચિમી દેશો તરફથી સતત પ્રતિબંધોને લીધે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ક્રેશ થઈ શકે છે. અમેરિકા અને રશિયા છેલ્લા 24 વર્ષથી ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશનની જાળવણી કરવા માટે એક સાથે કામ કરી રહ્યું છે. તેમના તાલમેલથી 21મી સદીની નવી મહત્વપૂર્ણ શોધ થઈ છે. જોકે યુક્રેન યુદ્ધની સ્થિતિએ તમામ પાસા બદલી નાંખ્યા છે. રશિયાની ધમકી બાદ અમેરિકાના એસ્ટ્રોટ માર્ક વંદે હેઈ બે અન્ય રશિયન અંતરિક્ષ યાત્રીઓ સાથે કઝાકિસ્તાનમાં ઉતરવાની યોજના ધરાવે છે.
બે ભાગમાં વહેચાયેલુ છે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન
ઈન્ટરનેશલ સ્પેસ સ્ટેશનને બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યું છે. એક હિસ્સો રશિયા દ્વારા સંચાલિત છે તો બીજો અમેરિકા દ્વારા છે. વર્ષ 1998માં રશિયા અને અમેરિકાના એસ્ટ્રોનોટ એક સાથે આ સ્પેસ સ્ટેશનમાં પગ મુક્યો હતો. ત્યારથી જ બન્ને દેશ પરસ્પર ભાગીદારી અને સહયોગ જાળવી રાખી રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).