Home Uncategorized ગ્રીષ્મા હત્યા કેસ: 76 સાક્ષીની જુબાની પૂર્ણ, સોમવારે વધુ 10 સાક્ષીઓની જુબાની...

ગ્રીષ્મા હત્યા કેસ: 76 સાક્ષીની જુબાની પૂર્ણ, સોમવારે વધુ 10 સાક્ષીઓની જુબાની લેવાશે

Face Of Nation 13-03-2022 : સુરતના પાસોદરામાં સરાજાહેર ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરનારા આરોપી ફેનિલ સામેની ન્યાયિક કાર્યવાહી ચાલી રહી છે. અત્યાર સુધીમાં કુલ 76 સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે. આવતીકાલે વધુ 10 સાક્ષીઓની જુબાની લેવામાં આવશે. અત્યાર સુધીમાં તમામ સાક્ષીઓએ ફેનિલને ઓળખી બતાવ્યો છે. છેલ્લી જુબાની હત્યામાં વપરાયેલું ચપ્પુ જે દુકાનમાંથી ખરીદવામાં આવ્યું હતું તેની લેવામાં આવી હતી. જેમાં ફેનિલે પ્રોટેક્શન માટે ચપ્પુ લેતો હોવાનું દુકાનદારને જણાવ્યું હતું.
આવતીકાલે 10 સાક્ષીની જુબાની લેવાશે
કુલ 76 સાક્ષીની જુબાની પૂરી કરાઈ હતી. હવે આવતીકાલે સોમવારે વધુ 10 સાક્ષીની જુબાની લેવાશે. નોંધનીય છે કે કુલ 190 સાક્ષીઓ આ કેસમાં છે. સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલે સાક્ષીઓની સરતપાસ કરી હતી. પાસોદરામાં સ્થાનિક લોકોની હાજરી વચ્ચે ફેનિલે ગ્રીષ્માના ગળા પર ચપ્પુ મુકીને તેની સરાજાહેરમાં હત્યા કરી નાખી હતી. અનેક લોકો ત્યાં હાજર હતા છતાં કોઇએ ગ્રીષ્મા વેકરિયાને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો. જો કે, પોલીસે આરોપીને પકડી તેની સામે ઝડપથી ચાર્જશીટ રજૂ કરી દીધી હતી અને કેસ કાર્યવાહી પણ કોર્ટમાં શરૂ થઇ ગઇ હતી. ફેનિલ ગોયાણીએ પાસોદરામાં અનેક લોકોની હાજરીમાં ગ્રીષ્મા વેકરિયાને પકડીને તેના ગળા પર ચપ્પુ ફેરવી દીધું હતું. ફેનિલે જેની પાસે ચપ્પુ ચપ્પુ ખરીદ્યુ એ ઉપરાંત કોલેજમાં જે મિત્રને મળ્યો હતો તે સહિતના 11 સાક્ષીની જુબાની લેવામાં આવી હતી.
ગ્રીષ્માના ભાઈની જુબાની લેવાઈ
કોર્ટમાં ભાઇની જુબાની લેવાઈ હતી. સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા સમક્ષ હત્યા અગાઉનું અને હત્યા બાદનું સમગ્ર ચિત્ર ગ્રીષ્માના નાના ભાઈએ કોર્ટ સમક્ષ રજૂ કર્યું હતું. ઘટનાને શબ્દો વડે તાજી કરતા ભાઇનું દિલ ભરાય ગયું હતું. તેણે કહ્યું કે, આરોપી જ્યારે સોસાયટીના નાકે ઊભો હતો ત્યારે તેને સમજાવવા ગયો તો ચપ્પુ પેટમાં મારવા જતા હું બચી ગયો, પછી તેણે ગ્રીષ્માને પકડી લીધી. અમે બચાવવા જાય એ પહેલાં ચપ્પુ ફેરવી દીધું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).