https://youtu.be/P9Isw4ExOyQ
Face Of Nation 13-03-2022 : રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 18મો દિવસ છે. પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે. રશિયન દ્વારા બે અમેરિકન પત્રકારને ગોળી મારી દેવામાં આવી. એક કિવની મુખ્ય હોસ્પિટલમાં સર્જરી હેઠળ છે અને બીજાને ગરદન પર ગોળી વાગી હતી. દરમિયાન યુક્રેનની રાજધાની કીવમાં ન્યૂયોર્ક ટાઈમ્સના પત્રકારનું મોત થયાના સમાચાર છે. મીડિયા અહેવાલ પ્રમાણે વીડિયો પત્રકાર બ્રેન્ડ રેનોડ (51) ત્યારે બુલેટનો શિકાર બન્યા કે જ્યારે રશિયાના દળોએ ઈરપિન નજીક એક કાર ઉપર ખુલ્લેઆમ ફાયરિંગ કર્યું હતું. તેમની સાથે અન્ય એક પત્રકાર ઈજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.
યુદ્ધ સર્જાયેલી અફરા-તફરી કોરોનાની નવી લહેર લાવશે
આ યુદ્ધને લીધે ભાગદોડથી કોરોના મહામારીની નવી લહેર શરૂ થવાની ચેતાવણી મેડિકલ એક્સપર્ટ્સે આપી છે. આ નવી લહેરની ઝપટમાં ભારત સહિત અનેક દેશ ઝપટમાં આવવાની સંભાવના છે. કારણ કે યુક્રેનથી મોટાપાયે ઈમર્જન્સી સ્થિતિમાં લોકોને કોઈ કોવિડ ટેસ્ટ કરાવ્યા વગર અથવા ભાગીને અન્ય દેશોમાં શરણ લઈ રહ્યા છે. આ અગાઉ કિવ નજીક રશિયાની સેનાના હુમલામાં એક બાળક સહિત સાત લોકોના મોત થયા છે. અલ જઝીરાના આ અહેવાલમાં યુક્રેનની ઈન્ટેલિજન્સ સર્વિસ દ્વારા ટાંકીને જણાવાયું છે. અહેવાલ મુજબ, હુમલો કિવ નજીકના ગામ પેરેમોહાથી મહિલાઓ અને બાળકોને બહાર કાઢી રહેલા કાફલા પર તે ગ્રીન કોરિડોર વિસ્તારમાં કરાયો હતો, જે નાગરિકોને બચાવવા માટે રશિયાની સંમતિથી બનાવવામાં આવ્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).