Face Of Nation 14-03-2022 : ગુજરાતમાં ભાજપે 2022ની વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો શુભારંભ કર્યો છે. અમદાવાદના સરદારનગર વિસ્તારમાં વોલ પેઈન્ટિંગ દ્વારા પ્રચાર કેમ્પેઈન શરૂ કર્યું છે. ભાજપે કાર્યકરોમાં ઉત્સાહ વધારવા વોલ પેઈન્ટિંગની શરૂઆત કરાવી છે. વોલ પેઈન્ટિંગમાં 5 વર્ષના કામોને લખવામાં આવશે. આ અંગે સી.આર.પાટીલે કહ્યું કે, ફક્ત વાયદાઓ નહીં કરેલા કામોને વોલ પર મૂકાશે. તાજેતરમાં પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ ભાજપના કાર્યકર્તાઓનો જુસ્સો વધુ વધ્યો છે. હવે તમામ કાર્યકર્તાઓની નજર ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર છે. ભારતીય જનતા પાર્ટી છેવાડાનાં પ્રત્યેક લોકોની પડખે છે એમની સુખાકારી માટે સતત કાર્યશીલ છે. આ વાત ગામડે-ગામડે અને ઘરે ઘરે પહોંચે એ માટે વોલ પેઇન્ટિંગની શરૂઆત કરી છે. દેશના ચાર રાજ્યોમાં ભવ્ય જીત અને ગુજરાતમાં મેગા રોડ શો બાદ હવે એ ચર્ચાએ જોર પકડ્યું હતું કે શું રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી વહેલી આવશે. આ મુદ્દે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે શનિવારે સ્પષ્ટતા કરતા કહ્યું કે વહેલી ચૂંટણી યોજવાની કોઈ માગણી ભાજપ તરફથી કરવાના નથી.ગુજરાતમાં ચૂંટણી ક્યારે યોજવી તે અંગે ચૂંટણી પંચ જ નિર્ણય લેશે. આ પૂર્વે ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજ્યોમાં ભાજપના ભવ્ય વિજય બાદ ગુજરાતમાં ડિસેમ્બરના બદલે મે-જૂનમાં જ ચૂંટણી યોજાશે તેવી ચર્ચા થઈ રહી હતી.
ગુજરાતમાં વહેલું ઇલેક્શન કરાવવામાં આવશે તેવી ચર્ચા
આ ઉપરાંત પીએમ મોદીની બે દિવસની મુલાકાતે રાજયના વિધાનસભાની વહેલી ચૂંટણી યોજાવવાની અટકળોને રાજકીય વર્તુળમાં તેજ કરી દીધી છે. દેશમાં ચાર રાજયોમાં ભાજપનો ભગવો લહેરાયા બાદ તેનો લાભ લેવા ગુજરાતમાં પણ વહેલું ઇલેક્શન કરાવવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડયું છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જો કે આ બધા નિવેદનો વચ્ચે એક બાબત તો સ્પષ્ટ છે કે ભાજપે ઇલેકશન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. તેમજ ગમે ત્યારે ઇલેકશન આવે તો 150 ના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે ભાજપ કટિબધ્ધ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).