Face Of Nation 14-03-2022 : પંજાબના શાનદાર વિજય બાદ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી ભાજપને ટક્કર આપવા જોર લગાવી શકે છે. પરંતુ ગુજરાતમાં આપને પંજાબ જેવા ‘માન’ની તલાશ છે. તેમાં પણ કોઈ પાટીદાર દિગ્ગજને મુખ્યમંત્રીનો ચેહરો બનાવી આપ ગુજરાતમાં ઝંપલાવી શકે છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરવા હવે અરવિંદ કેજરીવાલની સાથે પંજાબના પદનામિત મુખ્યમંત્રી ભગવંત માન અને તેમની ટીમ પણ ગુજરાત તરફ વધુ ધ્યાન આપી શકે છે. દિલ્હી બાદ પંજાબ વિજયથી આપનો જૂસ્સો અને ચૂંટણી મેનેજમેન્ટનું મોડલ ગુજરાતમાં પણ અપનાવી શકે છે.
આમ આદમી પાર્ટીની નરેશ પટેલ અને હાર્દિક પટેલ પર નજર
ગુજરાતમાં ભાજપ સામે જોરશોરથી લડવા માટે આમ આદમી પાર્ટીએ અગાઉ પાટીદાર આગેવાનોને પક્ષમાં લીધા હતા. પરંતુ હાલ આપ વેરવિખેર થઈ ગઈ છે, એટલું જ નહીં ગુજરાતમાં આપ પાસે કોઈ ચોક્કસ ચેહરો કે રાજકીય કુનેહકાર નથી. જેના કારણે આપમાં હાલ એક કરતાં વધુ નેતાઓ પોત પોતાનું રાજકારણ કરી રહ્યા છે. આવા સમયે આપની નજર કોઈ પાટીદાર આગેવાન કે જે મુખ્યમંત્રીનો ચેહરો બની શકે તે તરફ છે, જેમાં નરેશ પટેલ અને હાર્દિક પટેલ આપના ધ્યાનમાં આવી ગયા છે. આપનું ગણિત એવું લાગે છે કે, ગુજરાતમાં પાટીદારો હજુ પણ ભાજપથી ક્યાંકને ક્યાંક અસંતુષ્ટ છે, અને તેનો લાભ લેવા નરેશ પટેલ કે હાર્દિક પટેલને મુખ્યમંત્રીનો ચેહરો બનાવી ગુજરાતમાં ચૂંટણી લડવામાં આવે તો ભાજપને ટક્કર આપી શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).