Home Religion ઓવરસ્પીડના કારણે અકસ્માત : નડિયાદ-ખેડા બાયપાસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, અમદાવાદના 4...

ઓવરસ્પીડના કારણે અકસ્માત : નડિયાદ-ખેડા બાયપાસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, અમદાવાદના 4 યુવકોના મોત

Face Of Nation 14-03-2022 : નડિયાદ-ખેડા બાયપાસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ચાર યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. ચારેય મૃતક યુવકો અમદાવાદના રહેવાસી હોવાની માહિતી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. ખેડા જિલ્લામાં નડિયાદ-ખેડા બાયપાસ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. ખેડા બાયપાસ હાઇવે પર સોખડા પાટીયા વેસ્ટર્ન હોટલના પાર્કિંગમાં ઉભેલા કન્ટેનરમાં પૂરઝડપે આવતું એક બાઈક અચાનક અથડાઇ ગયું હતુ, જેમાં બાઈક પર સવાર ચારેય યુવકના મૃત્યુ થયા છે.
ચારેય યુવક અમરાઈવાડી અને સીટીએમના રહેવાસી હોવાનું સામે આવ્યું
ચારેય યુવકો અમદાવાદના અમરાઈવાડી અને સીટીએમ વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઓવરસ્પીડના કારણે અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. અકસ્માતની જાણ માતર પીએસઆઈ સહિત પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ઓવર સ્પીડ કારણે અકસ્માત થયો હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. આમ છતા અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતદેહોને માતર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).