આગામી 5મી જુલાઇએ ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો માટે મતદાન યોજાવવાનુ છે, આ ચૂંટણી પહેલા કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને આબુ ટ્રિપ આપી છે
Face Of Nation:અમદાવાદઃ રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને માઉન્ટ આબુની ટ્રીપ આપી છે, જોકે પાંચ કોંગી ધારાસભ્યોએ માઉન્ટ આબુ જવાની ના પાડી દીધી છે.
માહિતી પ્રમાણે, ગુજરાત કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને બે દિવસની ફરજિયાત માઉન્ટ આબુ ટ્રીપ છે, જેમાં તમામ ધારાસભ્યોને આવવાનું કહેવાયુ હતુ. હવે અલ્પેશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, ધવલસિંહ ઝાલા, અનિલ જોશીયારા અને ગ્લાસુદીન શેખ એમ પાંચ ધારાસભ્યો આ ટ્રિપમાં સામેલ થયા નથી. આ ધારાસભ્યોએ માઉન્ટ આબુ જવાની ના પાડી દીધી છે.
નોંધનીય છે કે, આગામી 5મી જુલાઇએ ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો માટે મતદાન યોજાવવાનુ છે, આ ચૂંટણી પહેલા કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને આબુ ટ્રિપ આપી છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મેસેજ મારફતે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને ફરજિયાત આબુ આવવા માટે કહ્યું હતું.
બુધવારે સાંજે 4 વાગે વૉલ્વો લક્ઝરી બસમાં વિપક્ષ નેતાના બંગલેથી તમામ ધારાસભ્યોને બે દિવસ માટે આબુ લઇ જવાશે.