Home Gujarat ગુજરાત વિધાનસભા : મગરમચ્છ પકડાતા નથી માછલીઓ પકડાય છે, મગરમચ્છોને પકડો, કોંગ્રેસ...

ગુજરાત વિધાનસભા : મગરમચ્છ પકડાતા નથી માછલીઓ પકડાય છે, મગરમચ્છોને પકડો, કોંગ્રેસ તમારી સાથે છે : શૈલેષ પરમાર

Face Of Nation 14-03-2022 : પ્રધાનમંત્રી મોદી ગુજરાત મુલાકાતે આવ્યાં હતાં. તેમણે અમદાવાદમાં રોડ શો કર્યાં હતાં અને ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. ત્યારે ગત શુક્રવારે તેમના રોડ શો અને કમલમમાં ભાજપના નેતાઓ સાથેની બેઠકને કારણે વિધાનસભાની કામગીરી બંધ રહી હતી. શુક્રવારની કામગીરીને જોતા હવે 16 માર્ચે બે બેઠકો મળશે. જ્યારે આજે 12 વાગે વિધાનસભાનું સત્ર શરૂ થયું હતું. જેમાં પ્રથમ એક કલાક પ્રશ્નોત્તરી માટે ફાળવવામાં આવ્યો હતો. આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ શિક્ષણમાં ભરતીના પ્રશ્ને આમને સામને આવી ગયાં હતાં.
મગરમચ્છ પકડાતા નથી માછલીઓ પકડાય છે – કોંગ્રેસ ધારાસભ્ય
વિધાનસભાની પ્રશ્નોતરી દરમિયાન શિક્ષણમાં ખાલી જગ્યાઓ અંગેના પ્રશ્નમાં કૉંગ્રેસના ધારાસભ્ય સી જે ચાવડાએ ભરતી પરીક્ષાના પેપર લીકનો આક્ષેપ કરતા અકળાઈ ઉઠેલા મંત્રી જીતુ વઘાણીએ વળતો આક્ષેપ કર્યો હતો કે, તમારા વખતે સગાઓની જ સીધી ભરતી થતી હતી, ભરતીની પરીક્ષાઓ લેવામાં આવતી ન હતી, રેકોર્ડ કાઢો તો જોવા મળે કે અમારા એક પણ મંત્રી કે ધારાસભ્યના સગાના નામ નહીં હોય, સામે બેઠેલાના સગાઓના નામો નીકળશે.આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે જીતુ વઘાણીને લિસ્ટ હોય તો આપવાનો પડકાર ફેંક્યો હતો, શૈલેષ પરમારે પણ ભરતી પરીક્ષાના પેપર લીકના મામલે આક્રમકતાથી જણાવ્યું હતું કે, મગરમચ્છ પકડાતા નથી માછલીઓ પકડાય છે, મગરમચ્છોને પકડો, કોંગ્રેસ તમારી સાથે છે.આ મામલે શિક્ષણમંત્રી વઘાણી એ કહ્યું હતું કે, અમે કોઈને છોડવા માંગતા નથી અને તપાસ પણ થશે જ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).