Home Sports ઘરઆંગણે ભારતે સતત 15મી સિરીઝ જીતી; બીજી ટેસ્ટમાં શ્રીલંકાને 238 રનથી હરાવી...

ઘરઆંગણે ભારતે સતત 15મી સિરીઝ જીતી; બીજી ટેસ્ટમાં શ્રીલંકાને 238 રનથી હરાવી વ્હાઈટવોશ કર્યો

Face Of Nation 14-03-2022 : બેંગ્લોરમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે 238 રનથી શ્રીલંકાને હરાવી દીધું છે. ઉલ્લેખનીય છે કે, ડે-નાઈટ ટેસ્ટમાં શ્રીલંકા સામે 447 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં ટીમ માત્ર 208 રન જ કરી શકી હતી. ભારતની જીતમાં બીજી ઈનિંગ દરમિયાન અશ્વિને 4 તથા બુમરાહે 3 વિકેટ લીધી છે. જ્યારે અક્ષર પટેલે 2 તથા રવીન્દ્ર જાડેજાએ 1 વિકેટ લીધી છે.
રવીચંદ્રન અશ્વિને સ્ટેનને ઓવરટેક કર્યો
ધનજંય ડિસિલ્વાને આઉટ કરી રવીચંદ્રન અશ્વિને રેકોર્ડ તોડ્યો છે. તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો દુનિયાનો 8મો બોલર બની ગયો છે. તમને જણાવી દઈએ કે પૂર્વ દિગ્ગજ ડેલ સ્ટેને 439 વિકેટ લીધી.
રિષભ પંતે કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો
રિષભ પંત ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ફોર્મેટમાં સૌથી ફાસ્ટ ફિફ્ટી નોંધવનારો ખેલાડી બની ગયો છે. તેણે શ્રીલંકા વિરૂદ્ધ બીજી ઈનિંગમાં માત્ર 28 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી છે. આની સાથે જ પંતે કપિલ દેવનો 40 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી દીધો છે. કપિલ દેવે 1982માં પાકિસ્તાન વિરૂદ્ધ 30 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. જોકે રેકોર્ડ બ્રેક ઈનિંગ રમ્યા પછી પંત 31 બોલમાં 50 રન કરી આઉટ થયો હતો.
5 વર્ષમાં પહેલીવાર કોહલીની એવરેજ 50થી ઓછી
શ્રીલંકા સામેની આ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીનું પ્રદર્શન કઈ ખાસ રહ્યું નથી. તે બંને ઈનિંગમાં LBW થયો હતો. જેના કારણે કોહલીની એવરેજ હવે 50થી ઓછી થઈ ગઈ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).