Face Of Nation 14-03-2022 : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઘણા પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવી દીધા છે. 13 માર્ચે, મેકડોનાલ્ડ્સે રશિયામાં તેની તમામ 850 રેસ્ટોરાં બંધ કરી દીધી. આ પહેલા મેકડોનાલ્ડ્સમાં છેલ્લું બર્ગર ખાવા માટે રશિયન લોકોની ભીડ ઉમટી પડી હતી. હવે લાસ્ટ બર્ગરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
ઘણા ઈન્ટરનેશનલ ફુડ ચેઈનની બ્રાન્ચ બંધ
મેકડોનાલ્ડ્સના CEOએ ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે રશિયા યુક્રેન પર હુમલો કરવાનું ચાલુ રાખતા ત્યાં કંપનીના યૂનિટ્સને બંધ કરવાનો નિર્ણય યોગ્ય છે. જો કે આ પહેલો પ્રતિબંધ નથી, આ પહેલા આંતરરાષ્ટ્રીય ફૂડ ચેઈન સ્ટાર બક્સ, કોકા-કોલા, પેપ્સીકો, કેએફસી, બર્ગર કિંગ પણ રશિયામાં પોતાની બ્રાન્ચ બંધ કરી ચૂકી છે. ફૂડ ચેઈન સિવાય, એક્સોન-મોબિલ, જનરલ ઇલેક્ટ્રિક, નેટફ્લિક્સ સહિતની ઘણી કંપનીઓએ રશિયામાં તેમની કામગીરી બંધ કરી દીધી છે.
62,000 કર્મચારીઓને પગાર આપવાનું ચાલુ રાખશે
ફાસ્ટ ફુડ ચેઈ મેકડોનાલ્ડ્સે ભલે રશિયામાં દરેક બ્રાન્ચ બંધ કરી દીધી હોય, પરંતુ તેઓ પોતાના 62,000 કર્મચારીઓને પગાર આપવાનું ચાલુ રાખશે. જો કે, આનાથી લોકો ખૂબ જ નિરાશ થયા છે. મેકડોનાલ્ડ્સના પ્રતિબંધનો વિરોધ કરવા માટે પિયાનોવાદક લુકાસ સેફ્રોનોવએ મોસ્કોના પુશકિન સ્ક્વેરમાં મેકડોનાલ્ડ્સની એન્ટ્રી પર પોતાને હાથકડી પહેરાવી હતી. 270 પાઉન્ડના લુકાસના આ પગલાને કારણે પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Uncategorized છેલ્લું બર્ગર ખાવા માટે મેકડોનાલ્ડ્સમાં રશિયન લોકોની પડાપડી, મેકડોનાલ્ડ્સના 850 આઉટલેટ્સ બંધ