Home Uncategorized ભારતે સાચી મિત્રતા નિભાવવી પડશે? રશિયાએ ક્રુડ ઓઈલ-ફર્ટીલાઈઝર વેચવાની ભારત સમક્ષ ઓફર...

ભારતે સાચી મિત્રતા નિભાવવી પડશે? રશિયાએ ક્રુડ ઓઈલ-ફર્ટીલાઈઝર વેચવાની ભારત સમક્ષ ઓફર કરી!

Face Of Nation 15-03-2022 : યુક્રેન ઉપર હુમલો કરવામાં આવ્યા બાદ રશિયા નાટોના પ્રતિબંધોથી ઘેરાયું છે.આ સંજોગોમાં તે આર્થિક મોરચે મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. અમેરિકાએ તો રશિયાના ઓઈલ-ગેસ ઉપર પ્રતિબંધ મુકેલો જ છે. આ ઉપરાંત NATOના અનેક સભ્ય દેશોએ વિવિધ મોરચે રશિયાનો બોયકોટ કર્યો છે. બદલાઈ રહેલી સ્થિતિ વચ્ચે રશિયા હવે તેના ઓઈલ તથા ગેસ સહિતના અન્ય કોમોડિટીઝના પુરવઠા માટે નવા બજારો શોધી રહ્યું છે. જેનો સીધો ફાયદો ભારતને મળતો દેખાય છે. રશિયા તરફથી મોટા પ્રમાણમાં ડિસ્કાઉન્ટની ઓફર મળતા હવે ભારત તેની પાસેથી સસ્તુ ક્રૂડ ઓઈલ તથા અન્ય કોમોડિટીની ખરીદી કરવા માટે તૈયારી કરી રહ્યું છે.
સસ્તું ઓઈલ ખરીદવાની તૈયારીમાં ભારત
એક અહેવાલમાં બે ભારતીય અધિકારીને ટાંકી કહેવામાં આવ્યું છે કે રશિયા તરફથી ઓફર કરવામાં આવેલા ડિસ્કાઉન્ટ અંગે ભારત વિચારણા કરી રહ્યું છે. રશિયાથી ક્રુડ ઓઈલ તથા અન્ય કોમોડિટી ડિસ્કાઉન્ટથી ખરીદીવાની ઓફર મળી છે. આ દ્વિપક્ષીય વ્યાપારની ચુકવણી પણ રૂપિયા-રૂબલથી કરવામાં આવશે. અધિકારીનું કહેવું છે કે અત્યારે ટેન્કર, ઈન્સ્યોરન્સ કવર તથા ઓઈલ બ્લેન્ડ જેવા મુદ્દાનો ઉકેલ મેળવ્યા બાદ અમે ડિસ્કાઉન્ટ ઓફરનો સ્વીકાર કરશું. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાએ તાજેતરમાં ભારતને રશિયાથી શક્ય એટલું અંતર રાખવા કહ્યું હતું.ખાસ કરીને ભારતે રશિયા પાસેથી S-400 મિસાઈલ સિસ્ટમ ખરીદવા વર્ષ 2018માં 5.5 અબજ ડોલરની સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યાં હતા ત્યારથી આ મુદ્દે અમેરિકા સતત નારાજગી દર્શાવતું રહ્યું છે.
આયાત ખર્ચ ઉપરાંત સબસિડીના મોરચે પણ રાહત
ભારત તેની જરૂરિયાતના 80 ટકા ઓઈલ આયાત કરે છે. જ્યારે રશિયાથી આશરે 2-3 ટકા ઓઈલની ખરીદી કરે છે. અલબત આ વર્ષે અત્યાર સુધીમાં ઓઈલની કિંમતમાં 40 ટકા સુધીનો વધારો થયો છે ત્યારે સરકાર ઘરઆંગણે તેના ઈંધણ બિલને ઘટાડવા રશિયા તરફથી મળી રહેલી ઓફર અંગે વિચારણા કરી રહી છે.
ખાદ્ય સબસિડીના મોરચે પણ રાહત મળશે
અલબત ભારતને કેટલા પ્રમાણમાં ઓઈલની ઓફર થઈ છે અથવા તો કેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તે અંગે અધિકારીએ કોઈ સ્પષ્ટતા કરી ન હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડની કિંમતમાં તીવ્ર વધારો થવાને લીધે આગામી નાણાકીય વર્ષમાં ભારતના ઈમ્પોર્ટ બિલમાં 50 અબજ ડોલરનો વધારો થઈ શકે છે. આ સંજોગોમાં સરકાર હવે સસ્તા ઓઈલની સાથે રશિયા તથા બેલારુસથી યુરિયા જેવા ફર્ટીલાઈઝર્સના રોમટેરિયલની ખરીદી કરવા અંગે વિચારણા કરી રહી છે. આ પગલાંથી સરકારને ક્રુડ ઓઈલ ઉપરાંત ખાદ્ય સબસિડીના મોરચે પણ રાહત મળી શકે છે.ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે ભારતીય અધિકારીઓ રશિયા સાથેના દ્વિપક્ષીય વ્યાપાર માટે રૂપિયા-રૂબલ મીકેનિઝમની સ્થાપવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.રશિયા મિત્ર રાષ્ટ્રો તરીકે વ્યાપાર તથા રોકાણ સમજૂતીને જાળવી રાખવા પણ વિનંતી કરી રહ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).