Home Politics ભગવંત માનના શપથ ગ્રહણ સમારંભમાં 2 કરોડનો ખર્ચ થશે, ખેડૂતોના 45 ખેતરો...

ભગવંત માનના શપથ ગ્રહણ સમારંભમાં 2 કરોડનો ખર્ચ થશે, ખેડૂતોના 45 ખેતરો ભાડે લીધાં!?

Face Of Nation 15-03-2022 : પંજાબમાં આમઆદમી પાર્ટીની નવી સરકાર બનવા જઈ રહી છે. મુખ્યમંત્રી પદે ભગવંત માન શપથ લેશે. આ શપથ સમારંભ માટે 2 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થઈ રહ્યો છે. સૌથી મોટો ખર્ચ ખેતરોમાં તૈયાર ઘઉંના પાકને ઉખેડી ત્યાં ટેન્ટ લગાડવા પર થઈ રહ્યો છે. શપથ ગ્રહણ સમારંભમાં આવતા લોકોની ગાડીઓના પાર્કિંગ માટે શહીદ ભગતસિંહના સ્મારક પાસે આવેલા 45 ખેતરોને ભાડેથી લેવામાં આવ્યા છે. જે માટે તેમને વળતર આપવામાં આવશે તેવું આશ્વાસન અપાયું છે.
એક લાખ લોકોને બેસવા અને ખાવાની વ્યવસ્થા
ખટકડકલાં ગામમાં શપથ ગ્રહણ સમારંભ સ્થળ પર એક લાખ લોકોને બેસવા અને ખાવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પંડાલમાં 40 હજાર ખુરશીઓ લગાડવાનું પ્લાનિંગ છે. અહીં 25 હજાર ગાડીઓ માટે પાર્કિંગ બનાવવામાં આવશે. ખેતરમાં તૈયાર ઘઉંના પાકને ગુજ્જર સમુદાયના લોકો પોતાના પશુઓના ચારા માટે કાપીને લઈ જઈ રહ્યાં છે.
ગવર્નર હાઉસની બદલે બહાર પબ્લિક વચ્ચે શપથ
પાર્કિંગ માટે ભાડેથી લેવામાં આવેલા ખેતરોમાં ઘઉંનો પાક તૈયાર છે. લીલો પાક કાપીને ગુજ્જર સમુદાયના લોકો પોતાના પશુઓના ચારા માટે લઈ જઈ રહ્યાં છે. ખેતરોને ખાલી કરીને પાર્કિંગ બનાવવામાં આવી રહ્યું છે. એ વાત છે કે પહેલી વખત પંજાબમાં કોઈ પાટનગરમાં ગવર્નર હાઉસની બદલે બહાર પબ્લિક વચ્ચે શપથ લઈ રહ્યાં છે. આનાથી એક ઈતિહાસ રચાશે સાથે સાથે એક નવો ચીલો પણ શરૂ થઈ શકે છે, પરંતુ તેમાં જે ખર્ચ આવશે તેનો બોજો પણ સામાન્ય લોકોના માથે જ આવશે તે પણ એક હકિકત છે.
ખેડૂતો માગી રહ્યાં છે 46 હજાર પ્રતિ એકરનું વળતર
ખેડૂતો પાસેથી ખેતર ભાડે લેવા માટે જિલ્લા પ્રશાસને એક એગ્રીમેન્ટ કર્યો છે જેમાં તેઓને પાકના બદલામાં યોગ્ય વળતર મળશે તેવું કહેવામાં આવ્યું છે. કેટલું વળતર મળશે તે વાત એગ્રીમેન્ટમાં ક્યાંય નથી. આ વચ્ચે ખેડૂતોનું કહેવું છે કે તેઓને ઓછામાં ઓછો 46 હજાર રૂપિયા પ્રતિ એકર વળતર જોઈએ, ત્યારે તેમનો ખર્ચ પુરો થશે અને નુકસાનની ભરપાઈ થશે. ખેડૂતોનું કહેવું છે કે વધુ કેટલાંક ખેતરોને પણ કદાચ પ્રશાસન એક્વાયર કરશે. આ ખેતરો શેરડીના છે. તે ખેતરના કિસાન વધુ વળતર માગશે.
નાણા વિભાગે આપી ખર્ચને મંજૂરી
પહેલી વખત પંજાબમાં નવી સરકારનો શપથ સમારંભ પાટનગરથી બહાર થવા જઈ રહ્યો છે. આ માટેની તૈયારીઓ પણ તે રીતે જ થઈ રહી છે. પ્રશાસને સમરાંભમાં એક લાખ લોકો આવશે તેવી શક્યતા વ્યક્ત કરી છે, અને તે માટે તેવું જ આયોજન કરવામાં આવી રહ્યું છે. શપથ ગ્રહણ સમારંભ માટે નાણા વિભાગે પણ ફંડ જાહેર કર્યું છે. નાણા વિભાગ મુજબ શપથ ગ્રહણ સમારંભમાં લગભગ 2 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ અંગે નાણા વિભાગે શહીદ ભગતસિંહ નગરને 2 કરોડ રૂપિયા ફાળવી પણ દીધા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).