Home News મોસાળમાં ભગવાન જગદીશને વધાવવાની તૈયારીઓ પુરજોશમાં,1500 કિલો મોહનથાળ,1000 કિલો ફૂલવડી, બુંદીનો તૈયાર...

મોસાળમાં ભગવાન જગદીશને વધાવવાની તૈયારીઓ પુરજોશમાં,1500 કિલો મોહનથાળ,1000 કિલો ફૂલવડી, બુંદીનો તૈયાર કરાયો પ્રસાદ

50 હજારથી વધુ શ્રદ્ધાળુઓ પ્રસાદીનો લાભ લે એવી શક્યતા
મહાપ્રસાદ અભિયાનમાં ક્યારેય ભોજન ખૂટ્યું નથી કે કોઈને ફૂડ પોઈઝનિંગ પણ થયું નથી

Face Of Nation:અમદાવાદઃ 4 જુલાઈના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે સરસપુરની 18 પોળોમાં રસોડાઓ ધમધમવા લાગ્યા છે. જેમાં 50 હજાર ભાવિક ભક્તો માટે 1500 કિલો મોહનથાળથી લઈ 1000 કિલો ફૂલવડી, બુંદી, પુરી અને બટાકાના શાકના ભોજનની ભગવાન જગદીશના મોસાળમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સૌથી મહત્વની બાબત એ છે કે, વર્ષોથી ચાલી આવતા આ મહાપ્રસાદ અભિયાનમાં ક્યારેય ભોજન ખૂટ્યું નથી કે કોઈને ફૂડ પોઈઝનિંગ પણ થયું હોય એવો કિસ્સો જોવા મળ્યો નથી. પ્રસાદની આ તૈયારીઓના ભાગરૂપે સરસપુરની બહેનોએ જાતે પુરીઓ વણી હતી.

કઈ કઈ પોળમાં પ્રસાદીની તૈયારીઓ

સૌથી મોટું રસોડું મોટી સાળવીવાડ ખાતે રખાયું છે. આ સિવાય વાસણશેરી, તળીયાની પોળ, પીપળાપોળ, ગાંધીની પોળ, લુહાર શેરી, આંબલીવાડ, કડીયાવાડ, ઠાકોરવાસ, નાની સાળવીવાડ, ખત્રીવાડ, કબીરવાડ અને ભાવસારના ખાંચો, પાંચાવાડ સહિતના વિસ્તારોમાં કુલ 50 હજારથી વધુ ભક્તો ભોજન પ્રસાદીનો લાભ લેશે.