Home Politics એક સમયનું રંગીલું રાજકોટ શહેર આજે ખંડણીનું શહેર બન્યું: લલિત કગથરા

એક સમયનું રંગીલું રાજકોટ શહેર આજે ખંડણીનું શહેર બન્યું: લલિત કગથરા

Face Of Nation 15-03-2022 : કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ આક્ષેપ કર્યો હતો કે, એક સમયનું રંગીલું રાજકોટ શહેર આજે ખંડણીનું શહેર બની ગયું હોવાનું આપણા ગોવિંદભાઇ કહી રહ્યા છે.ગુજરાત વિધાનસભામાં આજે બીજી બેઠક દરમિયાન સૌ પ્રથમ પ્રશ્નોતરી માટેનો એક કલાક ફાળવવામાં આવ્યો હતો. આ પ્રશ્નોતરીમાં કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશના જાહેર દેવા અંગેના પ્રશ્નના જવાબમાં નાણામંત્રી કનુભાઈ અટવાઈ જતા તેમની પાછળની ગેલેરીમાં બેઠેલા અધિકારીએ ચિઠ્ઠી મોકલ્યા બાદ નાણામંત્રી જવાબ આપી શક્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય સી જે ચાવડાએ સરકારના દેવા અંગેના પ્રશ્નમાં જણાવ્યું હતું કે, સરકારે ઉત્સવો, બોર્ડ, હોર્ડિંગ પાછળ કરકસર કરી દેવું ઘટાડવું જોઈએ. આ જ અંગે કોંગ્રેસના અમિત ચાવડાએ કહ્યું હતું કે,અગાઉ દેવું થાય તો મોઢું છુપાવતા હતા હવે આપણે ગૌરવ લઈએ છીએ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).