Home Sports ‘Bio Bubble’ના નિયમોનો ભંગ કરવા બદલ BCCIએ ખેલાડી પર 1 મેચનો પ્રતિબંધ...

‘Bio Bubble’ના નિયમોનો ભંગ કરવા બદલ BCCIએ ખેલાડી પર 1 મેચનો પ્રતિબંધ અને 1 કરોડનો દંડ થશે!

Face Of Nation 15-03-2022 : આઈપીએલ 26 માર્ચથી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. બંને ટીમોએ પોતાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ટૂર્નામેન્ટની તૈયારીઓ લગભગ પૂર્ણતાના આરે છે અને તેના માટે બીસીસીઆઈએ આ વખતે ખૂબ જ કડક નિયમો બનાવ્યા છે. આ Bio Bubble નિયમો વિશે છે.
BCCI એ IPLમાં ખૂબ જ કડક નિયમો રાખ્યા
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, બાયો બબલના નિયમોનો ભંગ કરવા બદલ BCCI એ ખેલાડી પર એક મેચનો પ્રતિબંધ, ટીમના પોઈન્ટ કાપવા અને 1 કરોડ સુધીના દંડની જોગવાઈ કરી છે. તમને જણાવી દઈએ કે IPL ની છેલ્લી સિઝનમાં બાયો બબલમાં ખેલાડીઓને કોરોના થવાના કારણે લીગ સ્થગિત કરવી પડી હતી અને ત્યાર બાદ ટૂર્નામેન્ટનો બીજો ભાગ UAEમાં યોજાયો હતો. જોકે હવે BCCI એ IPLમાં ખૂબ જ કડક નિયમો રાખ્યા છે. જો Bio Bubble માં કોઈપણ ખેલાડી અથવા તેના પરિવારના સભ્યો, ટીમના માલિક અથવા તેમની સાથે સંકળાયેલા લોકો બાયો બબલનું ઉલ્લંઘન કરે છે, તો તેમને તેનો ભોગ બનવું પડશે. બીસીસીઆઈએ પુષ્ટિ કરી છે કે બાયો બબલનું ઉલ્લંઘન કરવા બદલ, ખેલાડીને એક મેચ માટે પ્રતિબંધિત કરવામાં આવશે અને તેણે વધુ 7 દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. જો ખેલાડીના પરિવાર કે મેચ અધિકારી દ્વારા બાયો બબલનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેમની સામે વધુ ગંભીર કાર્યવાહી કરવામાં આવશે.
ટીમ પર 1 કરોડનો દંડ અને પોઇન્ટ પણ કપાશે
જો આઈપીએલ 2022 દરમિયાન કોઈ ટીમ ઈરાદાપૂર્વક કોઈ બહારના વ્યક્તિને ટીમ બબલમાં લાવે છે તો તેને સજા તરીકે એક કરોડ રૂપિયા સુધી ચૂકવવા પડી શકે છે. તેમજ જો આવી ભૂલ ફરીથી થશે તો ટીમના એક-બે પોઈન્ટ પણ કપાશે.
ખેલાડીઓ જો બાયો-બબલ તોડશે તો શું થશે?
જો ખેલાડી પ્રથમ વખત બાયો બબલ તોડશે તો તેને 7 દિવસ માટે ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. તેમજ તે સમય દરમિયાન તે જેટલી મેચ રમી શકશે નહીં તેના માટે ખેલાડીને પૈસા મળશે નહીં. બીજીવાર ભૂલ કરવા બદલ, ખેલાડીને સાત દિવસનો ક્વોરેન્ટાઇન તથા એક મેચના પ્રતિબંધનો સામનો કરવો પડશે. ત્રીજી ભૂલ માટે, ખેલાડીને આખી સિઝનમાંથી બહાર કરી દેવામાં આવશે અને ટીમમાં કોઈ રિપ્લેસમેન્ટ આપવામાં આવશે નહીં.
ખેલાડીના પરિવારે બાયો-બબલ તોડ્યું તો?
પહેલી ભૂલ પર, ખેલાડીના પરિવારના સભ્યને 7 દિવસ માટે ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. બીજી ભૂલ પર ખેલાડીના પરિવાર, મિત્રને બાયો બબલમાંથી કાઢી નાખવામાં આવશે. તો તેમની સાથે સંકળાયેલા ખેલાડીને 7 દિવસ માટે ક્વોરેન્ટાઇન કરવું પડશે. પહેલી ભૂલ પર તે ટીમને દંડ તરીકે એક કરોડ રૂપિયા ચૂકવવા પડશે. બીજી ભૂલ માટે ટીમ માટે એક પોઈન્ટ કાપવામાં આવશે અને ત્રીજી ભૂલ માટે ટીમના 2 પોઈન્ટ કાપવામાં આવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).