Face Of Nation 15-03-2022 : વિધાનસભા બજેટ સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યના જિલ્લાઓમાં સીટી સ્કેન અને MRI મશીન અંગે પૂછેલા પ્રશ્નોના જવાબમાં સરકારે સ્વીકાર્યુ કે, 29 જિલ્લામાં સીટી સ્કેન અને MRI મશીન ન હોવાથી દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં રીફર કરવા પડ્યા હતા. સાથે જ બે વર્ષમાં એક પણ સરકારી મેડિકલ કોલેજને મંજૂરી આપવામાં આવી નથી પરંતુ 4 ખાનગી મેડીકલ કોલેજોને મંજુરી આપી છે.
29 જિલ્લાઓમાં સીટી સ્કેન અને MRI મશીન નથી
સત્રમાં સરકારે જવાબ આપતા કહ્યું કે, રાજ્યના 29 જિલ્લાઓમાં સીટી સ્કેન મશીન અને એમ.આર.આઈ.મશીન ન હોવાથી 15, 953 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવેલ છે. સરકારી હોસ્પિટલોમાં સીટી સ્કેન અને એમઆરઆઈ મશીનો ન હોવાથી રોગનું નિદાન થતું નથી તેના કારણે ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં અથવા અન્ય જગ્યાએ રોગના નિદાન માટે હેરાન થવું પડે છે અને હજારો રૂપિયાનો ખર્ચ કરવા મજબૂર થવું પડે છે.
બે વર્ષમાં 4 ખાનગી મેડીકલ કોલેજોને મંજુરી આપી
રાજ્યમાં આયુર્વેદ અધિકાર વર્ગ-1નું મંજૂર મહેકમ 30 છે, તે પૈકી 3 જગ્યાઓ ભરાયેલ છે અને 27 જગ્યાઓ ખાલી છે, તમામ જગ્યાઓ બે વર્ષ કરતાં વધુ સમયથી ખાલી છે. સાથે જ રાજ્યમાં 6 સરકારી, 24 ખાનગી અને 1 કેન્દ્ર સરકાર સંચાલિત એઈમ્સ મેડીકલ કોલેજ કાર્યરત છે. બે વર્ષમાં એક પણ સરકારી કોલેજની મંજૂરી આપવામાં આવી નથી પરંતુ 4 ખાનગી મેડીકલ કોલેજોને મંજુરી આપી છે. ખાનગી મેડીકલ કોલેજોમાં સામાન્ય ફી પણ 7-8 લાખ અને મેનેજમેન્ટ કવોટામાં 15-20 લાખ વસુલવામાં આવે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).