Face Of Nation 16-03-2022 : રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લાં 20 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ વચ્ચે બ્રિટને રશિયા વિરૂદ્ધ વધુ કેટલાંક પ્રતિબંધો મુક્યા છે, તો બીજી તરફ રશિયાએ વળતો જવાબ આપતા અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેન, વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન, રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન અને પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન સહિત અનેક ટોચના નેતા અને અધિકારીઓ પર પ્રતિબંધ મુક્યા છે. આ ઉપરાંત રશિયાએ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો પર પણ પ્રતિબંધ લગાવ્યા છે.
ટોચના અધિકારીઓ વિરૂદ્ધ પ્રતિબંધો લગાવ્યા
વિશ્વભરના અનેક દેશો દ્વારા રશિયા પર ઘણાં પ્રતિબંધો મૂક્યા છે, ત્યારે રશિયાએ પણ અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેન, વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન અને વ્હાઈટ હાઉસના ટોચના અધિકારીઓ વિરૂદ્ધ પ્રતિબંધો લગાવ્યા છે. રશિયાએ તેમને સ્ટોપ લિસ્ટમાં સામેલ કર્યા છે જે તેઓને તેમના દેશમાં પ્રવેશવા પર રોક લગાવે છે. જાણકારી મુજબ આ લિસ્ટમાં 13 અમેરિકી સામેલ કરાયા છે જેમાં રક્ષા સચિવ લોયડ ઓસ્ટિન, CIA પ્રમુખ વિલિયમ બર્ન્સ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલવિન અને પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટનનું નામ સામેલ છે. રશિયાએ આ પગલું અમેરિકા દ્વારા લગાડવામાં આવેલા પ્રતિબંધોના જવાબમાં છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).