https://youtu.be/-HI2t3H71KM
Face Of Nation 16-03-2022 : યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કેનેડા સંસદને સંબોધિત કરી. વર્ચ્યુઅલ રીતે સંબોધન કરતા ઝેલેન્સ્કીએ કહ્યું કે યુક્રેનમાં યુદ્ધની શરૂઆત થયા બાદથી અત્યાર સુધીમાં 97 બાળકોના મોત નિપજ્યા છે. તો બીજી તરફ યુરોપિયન સંઘ દ્વારા રશિયા પર વધુ પ્રતિબંધ મુકવામાં આવ્યા છે. જે અંતર્ગત રશિયન નાગરિક ડિઝાઈનર ડ્રેસ, આભૂષણ, હેન્ડબેગ અને અશ્વ રેસમાં સામેલ થતાં ઘોડાઓની આયાત નહીં કરી શકે.
ફોક્સ ન્યૂઝના કેમેરામેનનું મોત
ફોક્સ ન્યૂઝના એક કેમેરામેનનું યુક્રેનમાં મોત નિપજ્યું છે. મૃતકની ઓળખ પિયરે જક્રજેવ્સ્કી તરીકે થઈ છે, જે ફોક્સ ન્યૂઝમાં કેમેરામેન હતો. જાણકારી મુજબ તેનું મોત યુક્રેનની રાજધાની કીવની બહારના વિસ્તારમાં ત્યારે થયું જ્યારે તે કોરસ્પોન્ડન્ટ બેન્જામિન હાલની સાથે કામ કરી રહ્યો હતો. મળતી માહિતી મુજબ તેનું વાહન એક દુર્ઘટનાનું શિકાર થઈ ગયું હતું.
યુક્રેનને નષ્ટ કરવાના પ્રયાસમાં છે રશિયા
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ એક નવો વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેમને રશિયા પર યુક્રેનનો નાશ કરવાના પ્રયાસ કરતા હોવાનો આરોપ લગાવ્ય છે. તેમને કહ્યું કે રશિયાનું પગલું નુકસાન પહોંચાડનારું છે. આ સાથે જ ઝેલેન્સ્કીએ દેશ છોડીને જતાં લોકોની સંખ્યાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમને કહ્યું કે અમે જીવન માટે લડી રહ્યાં છીએ, અમે ટેન્ક, વિમાન અને મોર્ટાર વિરૂદ્ધ લડી રહ્યાં છીએ જેનો ઉપયોગ રશિયા અમને નષ્ટ કરવા માટે કરે છે. પરંતુ રશિયા પોતે પણ તેને જ નુકસાન પહોંચાડી રહ્યું છે. યુક્રેન વિરૂદ્ધ રશિયા દ્વારા ઉઠાવવામાં આવેલા દરેક પગલાં તેઓને જ નુકસાન પહોંચાડી રહ્યાં છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).