Home Politics કોંગ્રેસની અંદર અસંતુષ્ટ નેતાઓની સંખ્યા વધી; આઝાદના ઘરે ‘નાખુશ’ નેતાઓની બેઠક શરૂ

કોંગ્રેસની અંદર અસંતુષ્ટ નેતાઓની સંખ્યા વધી; આઝાદના ઘરે ‘નાખુશ’ નેતાઓની બેઠક શરૂ

Face Of Nation 16-03-2022 : 5 રાજ્યોમાં શરમજનક હાર મળ્યા બાદ કોંગ્રેસની અંદર અસંતુષ્ટ નેતાઓની સંખ્યા વધી રહી છે. ગુલામનબી આઝાદના ઘરે ચાલી રહેલી G-23ની બેઠકમાં ગાંધી પરિવાર વિરૂદ્ધ બળવાખોર વલણ અપનાવનાર કપિલ સિબ્બલ, આનંદ શર્મા, મનીષ તિવારી, શશિ થરૂર, અખિલેશ પ્રસાદ, ભૂપિન્દરસિંહ હુડ્ડા અને પૃથ્વીરાજ ચૌહાણ સામેલ છે. આ બેઠકમાં શંકરસિંહ વાઘેલા, પરનીત કૌર અને મણિશંકર ઐય્યર પહેલી વખત G-23ની કોઈ બેઠકમાં સામેલ થઈ રહ્યાં છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ બેઠક પહેલાં સિબ્બલના ઘરે યોજાવવાની હતી પરંતુ ગાંધી પરિવાર વિરૂદ્ધ તેમના નિવેદન બાદ લોકેશન બદલવામાં આવ્યું છે. હવે આ મીટિંગ સીનિયર નેતા ગુલામનબી આઝાદના ઘરે ચાલી રહી છે.
ખડગેએ કહ્યું- સિબ્બલ વકીલ છે, નેતા નહીં
સિબ્બલના ઘરે ડિનર પાર્ટી આયોજનને લઈને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ નિશાન સાધ્યું છે. ખડગેએ કહ્યું કે સિબ્બલ એક સારા વકીલ હોય શકે છે, પરંતુ તેઓ નેતા નથી. તેમને આજદિવસ સુધી કોંગ્રેસને એક ગામમાં પણ મજબૂત નથી બનાવ્યું. ડિનર આયોજનથી સોનિયા ગાંધીને કોઈ જ અસર નથી પડવાની.
કોંગ્રેસને નબળું બનાવવામાં જોતરાયાં લોકો- બઘેલ
બઘેલે કહ્યું કે CWCની બેઠકમાં તમામે સોનિયાજી પર સંપૂર્ણ વિશ્વાસ દેખાડ્યો છે. અમે બધાં સોનિયાજી, રાહુલજી અને પ્રિયંકાજીની સાથે છીએ. જે લોકો આવા નિવેદનો આપે છે તેઓ કોંગ્રેસને નબળું પાડવાના પ્રયાસ કરી રહ્યાં છે. આ ઘણું જ દુર્ભાગ્યજનક છે કે ચૂંટણી સમયે તેમનું એક નિવેદન નથી આવતું. પરંતુ ચૂંટણી પછી તેઓ નિવેદનબાજી શરૂ કરી દે છે. જેની હું નિંદા કરું છું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).