Home Uncategorized જાપાનના ફુકુશિમા કિનારે 7.3ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ

જાપાનના ફુકુશિમા કિનારે 7.3ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ

Face Of Nation 16-03-2022 : જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.3 હતી. તે જ સમયે, જાપાનમાં સુનામીનું એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. ઉત્તર જાપાનમાં જોરદાર ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભૂકંપની તીવ્રતા 7.3ની રિકટર સ્કેલ પર જોવા મળી હતી. ભૂકંપની તીવ્રતાને લઈ હાલ જાપાનમાં સુનામીની એડવાઈઝરી જારી કરવામાં આવી છે. સાંજે ઉત્તરી જાપાનના ફુકુશિમા કિનારે 7.3ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે, ભૂકંપ દરિયાની સપાટીથી 60 કિલોમીટર નીચે આવ્યો હતો. આ પ્રદેશ ઉત્તરી જાપાનનો એક ભાગ છે જે 9.0ની તીવ્રતાના ધરતીકંપ અને સુનામીથી તબાહ થઈ ગયો હતો જેના કારણે પરમાણુ દુર્ઘટના પણ થઈ હતી. જો કે હાલ આ ભૂંકપના ભયાનક આંચકામાં કોઈ જાનહાનિ અથવા નુકસાનના કોઈ તાત્કાલિક અહેવાલો નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).