Face Of Nation 16-03-2022 : આમ આદમી પાર્ટી ક્રિકેટર હરભજનસિંહને રાજ્યસભા સાંસદ બનાવે તેવી સંભાવના છે. રિપોર્ટ અનુસાર આદમી પાર્ટીએ હરભજનને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભગવંત માને ચૂંટણી પ્રચાર દરમિયાન રાજ્યમાં રમતોને પ્રોત્સાહન આપવાનો વાયદો કર્યો હતો તે પ્રમાણે હવે સીએમ રાજ્યમાં આ કામ કરશે. તો બીજીતરફ જલંઘર ખાતે બનાવાઈ રહેલી સ્પોર્ટ્સ યુનિવર્સિટીની કમાન પણ હરભજનને મળે તેવી પણ શક્યતા છે.
હરભજન સિંહ રાજ્યસભામાં જશે?
ચૂંટણી પ્રચાર દરમિયાન જ ભગવંત માનએ જાહેરાત કરી હતી કે તેમના કાર્યકાળ દરમિયાન પંજાબમાં આ રમતને મોટું પ્રોત્સાહન આપવામાં આવશે. જલંધરમાં એક સ્પોર્ટ્સ યુનિવર્સિટી સ્થાપવામાં આવશે તેના પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. હવે જો ક્રિકેટર હરભજનસિંહને રાજ્યસભામાં મોકલવામાં આવે અને તેને સ્પોર્ટસ યુનિવર્સિટીની કમાન પણ સોંપવામાં આવે તો તે એક મોટો મેસેજ ગણાશે.
પંજાબમાં આપને મળશે રાજ્યસભાની પાંચ બેઠકો
પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં 92 બેઠકો મળી હોવાથી આમ આદમી પાર્ટીને રાજ્યસભાની પાંચ બેઠક મળશે જે ચાલુ મહિનામાં ખાલી પડનાર છે. આમ આદમી પાર્ટીએ રાજ્યસભામાં મોકલવામાં આવનાર ઉમેદવારોની યાદી પણ તૈયાર કરી હોવાનું પણ કહેવાય છે યાદીમાં હરભજનસિંહનું નામ સામેલ છે. પાર્ટી હાઈકમાન્ડે તેમના નામને લીલી ઝંડી આપી દીધી છે અને ટૂંક સમયમાં ઔપચારિક જાહેરાત કરવામાં આવી શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Sports રાજનીતિમાં નવી ઈનિંગ; ‘આપ’ ક્રિકેટર હરભજનસિંહને રાજ્યસભા મોકલશે, હરભજનને સ્પોર્ટ્સ યુનિ.ની કમાન...