Home News દેશમાં ચોથી લહેરના સંકેત નથી; અત્યાર સુધીમાં કોઈ નવો મ્યુટેશન મળ્યો નથી...

દેશમાં ચોથી લહેરના સંકેત નથી; અત્યાર સુધીમાં કોઈ નવો મ્યુટેશન મળ્યો નથી : ડો. નરેન્દ્ર કુમાર

Face Of Nation 17-03-2022 :  દેશમાં હાલ ચોથી લહેરના કોઈ સંકેત નથી. કોવિડ ટાસ્ક ફોર્સના પ્રમુખ ડો.નરેન્દ્ર કુમારનું કહેવું છે કે, દેશમાં કોરોનાના કેસ વધવાની શક્યતા ઓછી છે. ભારત અને અન્ય દેશોની વચ્ચે ઘણી અસમાનતાઓ છે. કોરોના મહામારીમાં આ અસમાનતાની ભૂમિકા ઘણી મહત્વની છે, કારણ કે શરૂઆતથી અત્યાર સુધીમાં આ બીમારી દેશમાં અલગ-અલગ ભાગોમાં દેખાઈ રહી છે. વાઈરસમાં ફેરફારને લઈને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તર પર નજર રાખવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કોઈ નવો મ્યુટેશન મળ્યો નથી. તેમણે કહ્યું કે જીનોમ સિક્વેન્સિંગ દરમિયાન વાઈરસમાં કોઈ જ ફેરફારની માહિતી મળી નથી.
8 દેશમાં એક્ટિવ કેસ 10 લાખથી વધુ છે
ચીન, દક્ષિણ પૂર્વ એશિયા અને યુરોપમાં એક વખત ફરી કોરોનાના વધી રહેલા કેસને પગલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડાવિયાએ અધિકારીઓને સતર્ક રહેવાના નિર્દેશ આપ્યા છે. સ્થિતિની સમીક્ષા કરતા કેન્દ્રીય મંત્રી માંડાવિયાએ આ નિર્દેશ આપ્યા છે. તેમણે કહ્યું કે સમગ્ર દેશમાં સાવધાની રાખવામાં આવે અને મોટાપાયે જીનોમ સીક્વેન્સિંગ કરાવવામાં આવે. જીનોમ સીક્વેન્સિંગથી એ જાણી શકાય છે કે કોરોનાવાઈરસ કોઈ નવું સ્વરૂપ તો ધારણ કરી રહ્યો નથીને.
ત્રણ મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા
હાઈલેવલ મીટિંગમાં માંડવિયાએ મહામારીની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે 27 માર્ચથી શરૂ થતી આંતરરાષ્ટ્રીય ઉડાનોને લઈને પણ બેઠકમાં અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. જોકે આ વખતે અગાઉ બહાર પાડવામાં આવેલા આદેશને પરત લેવાનો કોઈ નિર્ણય લેવાયો નથી. સ્વાસ્થ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે પાડોશી દેશો, ખાસ કરીને ચીન, સિંગાપોર, વિયેતનામ અને યુરોપમાં કોરોનાના નવા કેસ ઝડપથી વધવા લાગ્યા છે. આ કારણે અહીં સમીક્ષા બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં માંડવિયાએ મહામારીના મેનેજમેન્ટને લઈને ત્રણ મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે. પ્રથમ સતર્કતા વધારો, બીજુ જીનોમ સીક્વેન્સિંગ વધારો અને ત્રીજું ઉચ્ચ સ્તરીય સાવધાની રાખો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).