Home Gujarat સરકારી નાણાંનો વ્યય : 2019ની વાઈબ્રન્ટ સમિટમાં 20 લાખની જગ્યાએ 3 લાખ...

સરકારી નાણાંનો વ્યય : 2019ની વાઈબ્રન્ટ સમિટમાં 20 લાખની જગ્યાએ 3 લાખ રોજગારી ઉભી થઈ?

Face Of Nation 17-03-2022 : ગુજરાત વિધાનસભાના સત્રમાં આજે પ્રશ્નોત્તરીકાળમાં કોંગ્રેસે સવાલોથી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સચિવાલય કક્ષાએ સેકશન અધિકારી વર્ગ-2ની 444-ભરાયેલ જગ્‍યાઓ, 102-જગ્‍યાઓ ખાલી છે અને ઉપસચિવ વર્ગ-1ની 67 જગ્‍યાઓ ભરાયેલ છે અને 119-જગ્‍યાઓ ખાલી છે. વર્ષ 2019માં યોજાયેલા વાયબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ ઈન્‍વેસ્‍ટર્સ સમિટમાં 20 લાખ 90 હજાર 339 રોજગારી ઉભી થવાનો અંદાજ હતો, તેની સામે માત્ર 3 લાખ 55 હજાર 163 રોજગારી જ ઉભી થઈ છે.
જિ.પંચાયતમાં વર્ગ-1થી 4ની 55 % જગ્યાઓ ખાલી
રાજ્યમાં જીલ્‍લા પંચાયતોમાં વર્ગ-1થી 4ની ભરાયેલ 3,385 જગ્‍યાઓ સામે 4,221 જગ્‍યાઓ ખાલી છે એટલે કે 55 ટકા જગ્‍યાઓ ખાલી છે.રાજ્ય સરકારની કચેરીઓમાં લાખો ખાલી જગ્‍યાઓ કાયમી પુરા પગાર સાથે ભરવાના બદલે બેરોજગારોને ખાનગીમાં રોજગારી મળે તે માટે ઔદ્યોગિક ભરતી મેળાઓ કરીને સરકારી નાણાનો વ્‍યય કરવામાં આવે છે. બે વર્ષમાં યોજાયેલ આવા ઔદ્યોગિક ભરતી મેળામાં 5 લાખ 52 હજાર 362 બેરોજગારો નોકરી માટે હાજર રહ્યાં હતાં. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).