Home Politics અલ્હાબાદ:હાઈકોર્ટના જજે મોદીને પત્ર લખી વર્ણવી વ્યથા,ન્યાયાધીશોની નિયુક્તિ વંશવાદ-જાતિવાદ આધારીત થાય છે

અલ્હાબાદ:હાઈકોર્ટના જજે મોદીને પત્ર લખી વર્ણવી વ્યથા,ન્યાયાધીશોની નિયુક્તિ વંશવાદ-જાતિવાદ આધારીત થાય છે

જસ્ટિસ રંગનાથ પાંડેએ કહ્યું- જજની નિમણૂંકને લઈને કોઈ નિશ્ચિત માપદંડ નથી
પત્રમાં લખ્યું- હાઈકોર્ટના જજની પસંદગી બંધ રૂમમાં ચાના આમંત્રણને લઈને થાય છે

Face Of Nation:અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ રંગનાથ પાંડેએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જજની નિયુક્તિ પર ગંભીર સવાલો ઉઠાવ્યાં છે. તેઓએ આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જસ્ટિસ પાંડેએ કહ્યું કે ન્યાયાધીશોની નિયુક્તિ માટે કોઈ નિશ્ચિત માપદંડ નથી. પ્રચલિત કસોટી માત્ર પરિવારવાદ અને જાતિવાદથી ગ્રસ્ત છે. ન્યાયપાલિકાની ગરિમાને બરકરાર રાખવા માટે કડક નિર્ણયો લેવાં જરૂરી છે.

તેઓએ પત્રમાં લખ્યું છે કે, “ન્યાયપાલિકા દુર્ભાગ્યવશ વંશવાદ અને જાતિવાદથી ગ્રસ્ત છે. અહીં જજના પરિવારથી હોવું જ આગામી ન્યાયાધીશ હોવાનું સુનિશ્ચિત કરે છે. અધીનસ્ત ન્યાયાલયના ન્યાયાધીશોને પણ પોતાની યોગ્યતા સિદ્ધ કરવાથી જ પસંદગી થવાનો મોકો મળે છે. પરંતુ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજની નિયુક્તિની આપણી પાસે કોઈ નિશ્ચિત માપદંડ નથી. પ્રચલિત કસોટી છે તો માત્ર પરિવારવાદ અને જાતિવાદ.”

વડાપ્રધાન પાસે કડક પગલા લેવાની માગઃ જસ્ટિસ પાંડે કહ્યું કે, 34 વર્ષના સેવાકાળમાં તેમને ઘણી વખત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજોને જોવાની તક મળી છે. પરંતુ તેમનું કાયદાનું જ્ઞાન સંતોષકારક નથી. જ્યારે સરકાર દ્વારા રાષ્ટ્રીય ન્યાયિક પસંદગી પંચની સ્થાપના કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો સુપ્રીમ કોર્ટે તેને પોતાના કાર્યક્ષેત્રમાં હસ્તક્ષેપ ગણીને ગેરબંધારણીય જાહેર કરી દીધો હતો. જસ્ટિસ પાંડે છેલ્લા 20 વર્ષમાં થયેલા સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોના વિવાદ અને અન્ય મામલાઓનો હવાલો આપતા નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે ન્યાયપાલિકાની ગરિમાને પુર્નસ્થાપિત કરવા માટે કડક નિર્ણય લેવામાં આવે.

ઘણા ન્યાયાધીશો પાસે કાયદાનું જ્ઞાન નથી: જસ્ટિસ પાંડેએ પત્રમાં લખ્યું કે, ઘણાં ન્યાયાધીશો પાસે સામાન્ય કાયદાનું પણ જ્ઞાન નથી. ઘણાં વકીલો પાસે ન્યાય પ્રક્રિયાની સંતાષકારક જાણકારી પણ નથી. કોલેજિયમના સભ્યોના પસંદગીના ધોરણો આધારે ન્યાયધીશોની નિમણૂક કરવામાં આવે છે. આ સ્થિતી ઘણી દુર્ભાગ્યપૂર્ણ છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજોની પંસદગી બંધ રૂમોમાં ચાના મિજબાની સાથે વરિષ્ઠ ન્યાયાધીશોની આધારે કરવામાં છે. આ પ્રક્રિયાને ગુપ્ત રાખવામાં આવે છે. આ પ્રક્રિયામાં ગુપ્ત રાખવાની પરંપરા પારદર્શિતાના સિદ્ધાંતને ખોટા સાબિત કરવા જેવી છે.