Face Of Nation 17-03-2022 : ગુજરાત વિધાનસભામાં શિક્ષણ વિભાગની વર્ષ ૨૦૨૨-૨૩ની માંગણીઓ પરની ચર્ચા માટે શિક્ષણમંત્રી અંદાજપત્રીય પ્રવચન આપ્યું હતું. તેમણે આ સમયે જણાવ્યું હતું કે, આગામી સમયમાં ધોરણ 1 અને 2માં અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવશે. જેનો આગામી શૈક્ષણિક વર્ષથી અમલ કરાશે. જ્યારે ધો.6થી ગણિત-વિજ્ઞાનનાં પાઠ્ય પુસ્તકનો અમલ કરવા વિચારણા કરવામાં આવી છે.
રાજ્યની શાળાઓના જન્મ દિવસની ઉજવણી થશે
જીતુ વાધાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી તાજેતરમાં ગુજરાતના પ્રવાસે હતા ત્યારે રાજ્યની શાળાઓના જન્મ દિવસની ઉજવણી કરવાનું સુચન કર્યું હતું. જેની અમલવારી કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે.અને શિક્ષણ વિભાગને સૂચના આપી છે.ત્યારે આગામી સમયમાં રાજ્યની શાળાઓના જન્મ દિવસની ઉજવણી થશે. તો બીજી તરફ જીતુભાઈ વાઘાણી એ હીજાબ મામલે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે હિજાબ ને લઈ કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા સુચન આપ્યા છે. તે મુજબ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પણ શિક્ષણ વિભાગે પરિપત્ર કર્યો હોવાની કબૂલાત શિક્ષણ મંત્રી એ કરી છે.
કેશુભાઈથી શરૂ થયેલી ભુપેન્દ્ર ભાઈ સુધીની સરકારમાં શિક્ષણને વેગ મળ્યો
શિક્ષણ મંત્રી જીતુ વઘાણી એ જણાવ્યું હતું કે, કેશુભાઈથી શરૂ થયેલી ભુપેન્દ્ર ભાઈ સુધીની સરકારમાં શિક્ષણને વેગ મળ્યો છે. પહેલા વિપક્ષે પણ કર્યું હશે. જેને તાયફા કહેવાતા હતા, તેમાં હવે વાલીઓ દીકરીને સ્કૂલે મોકલે છે. વોટબેંકની રાજનીતિ નથી. નરેન્દ્ર મોદીએ દીકરીઓને ભણાવવાની ભીખ પણ માંગી હતી.અહીંયા પણ હાથ ઊંચા કારાવીએ તો ખબર પડે કે કેટલા 8 ધોરણ સુધી ભણ્યા છે. શિક્ષકો, ઓરડાની ઘટની વિપક્ષે વાત કરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).