Face Of Nation 17-03-2022 : યુક્રેન યુદ્ધની વચ્ચે અમેરિકા રશિયા પર દબાણ લાવવા માટે વિવિધ પ્રકારની કાર્યવાહી કરી રહ્યું છે. તેના ભાગરૂપે તેણે 8 દેશોની સાથે મળીને રશિયાના અબજોપતિઓ જેને ઓલિગાર્ક પણ કહેવામાં આવે છે, તેમની સંપત્તિને જપ્ત કરવા માટે ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ સંગઠનમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જાપાન, ઓસ્ટ્રેલિયા, જર્મની અને ઈટાલી સામેલ છે. હવે આ દેશોમાં રહેલી રશિયાના અબજોપતિઓની સંપત્તિને પણ જપ્ત કરાશે. અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટની પ્રેસ રિલિઝના જણાવ્યા મુજબ, ડિપાર્ટમેન્ટના સિનિયર અધિકારીઓએ ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની, ફ્રાન્સ, ઈટલી, જાપાન, બ્રિટન અને યુરોપિયનના પ્રતિનિધિઓની સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન રશિયા ઓલિગાર્ક ટાસ્ક ફોર્સની રચના પર વાત કરવામાં આવી. સૌથી પહેલા ટાસ્ક ફોર્સની જાહેરાત 26 ફેબ્રુઆરીના રોજ થઈ હતી.
બાઈડને 2 માર્ચના રોજ જાહેરાત કરી હતી
આ ગ્રૂપના તમામ સભ્યો પોતાના દેશમાં ઓલિગાર્કની વિરુદ્ધના પ્રતિબંધો, પ્રોપર્ટી ફ્રીઝીંગ અને ક્રિમિનલ કેસની માહિતી એકબીજાને શેર કરશે. આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને 2 માર્ચે પોતાના પહેલા સ્ટેટ ઓફ ધ યુનિયનના સંબોધનમાં રશિયાના અબજોપતિઓના યોટ, લક્ઝરી એપાર્ટમેન્ટ અને ખાનગી જેટને જપ્ત કરવા માટે એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરી હતી.
રશિયા સાથેનો નોર્મલ ટ્રેડ સસ્પેન્ડ કરવાની પણ માંગ
રશિયાની આર્થિક સ્થિતિને વધુ નબળી બનાવવા માટે બાઈડને અમેરિકાની સંસદમાં રશિયાની સાથેનો નોર્મલ ટ્રેડ સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી છે. બીજી તરફ યુરોપિયન યુનિયને પણ રશિયાના રાષ્ટ્રપતિની સંપત્તિ જપ્ત કરવાની જાહેરાત કરી છે. આ સિવાય બ્રિટને પણ પુતિનની વિરુદ્ધ પ્રતિબંધ લગાવ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).