Face Of Nation 17-03-2022 : અમદાવાદમાં ઉનાળાના પ્રારંભે જ આકાશમાંથી અગનવર્ષા વરસવાનું જાણે શરૂ થઇ ગયું છે. ત્યારે હવામાન વિભાગે આવતીકાલે 18 માર્ચે હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ આવતીકાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અમદાવાદમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર થયો અને 12 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે.
આ વખતે માર્ચમાં સૌથી વધુ ગરમી
રાજ્યમાં મંગળવારે જ્યાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું તેમાં ગાંધીનગર, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ડીસા, પાટણ, ભૂજ, કંડલાનો સમાવેશ થાય છે. ગાંધીનગરમાં માર્ચ મહિનામાં તાપમાન 41 ડિગ્રીને પાર થયું હોય તેવું છેલ્લા 10 વર્ષમાં 7મી વખત બન્યું છે. ગત વર્ષે 29 માર્ચના 41.7 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. રાજકોટમાં 41 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 6 ડિગ્રીનો વધારો થયો છે. રાજકોટમાં ગત વર્ષે 29 માર્ચે 42 ડિગ્રી સાથે માર્ચ મહિનાની સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. આ ઉપરાંત અમરેલી, જુનાગઢમાં પણ તાપમાન 41 ડિગ્રીને પાર થયું હતું.
ગાંધીનગરમાં ગરમ સુકા અને લુ સાથેના પવનો ફુંકાયા
ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં 5 વર્ષમાં ચોથી વખત માર્ચમાં હીટવેવ નોંધાઈ છે. અમદાવાદમાં મોટે ભાગે 25 માર્ચ પછી ગરમીનો પારો 41 ડિગ્રીની આસપાસ પહોંચતો હોય છે, તેને બદલે 15 માર્ચ સુધીમાં રેકોર્ડબ્રેક 41.5 ડિગ્રી ગરમી નોંધાઇ હોય તેવી 20 વર્ષમાં પ્રથમવાર બન્યું હતું. જેનું મુખ્ય કારણ છે કે, દરિયાની સપાટીથી દોઢ કિલોમીટરના અંતરે એન્ટી સાયક્લોનિક સરક્યુલેશન રચાયું છે, જેને લીધે હીટવેવમાં અસામાન્ય વધારો થતાં અમદાવાદ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં ગરમ સુકા પવનોથી લુ સાથેના પવનો ફુંકાયા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).