ભાજપના ધારાસભ્ય રમેશ મેંદોલાએ કહ્યું- આકાશ પરનો નિર્ણય સંગઠન લેશે
મંગળવારે ભાજપ સંસદીય દળની પહેલી બેઠકમાં મોદીએ આકાશનું નામ લીધા વગર જ નારાજગી દાખવી હતી
26 જૂને ઈન્દોરના MLA આકાશ વિજયવર્ગીયએ કોર્પોરેશનના અધિકારીઓને બેટથી માર માર્યો હતો
Face Of Nation:ઈન્દોરઃ ભાજપના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયના દીકરા અને ઈન્દોરના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયએ નગરપાલિકાના અધિકારીઓ સાથે મારામારી કરી હતી જે બાદ વિવાદ વધ્યો છે. મંગળવારે આ મુદ્દે વડાપ્રધાન મોદીએ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે હવે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે આગમાં ઘી હોમતા આકાશનું નામ લઈને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું છે. દિગ્વિજયે કહ્યું કે, મોદીના કહેવા છતાં પણ નથી લાગતું કે શાહ પોતાના મિત્ર કૈલાસ વિજયવર્ગીયના પુત્રને કોઈ નુકસાન થવા દે.
ભાજપના ધારાસભ્ય અને કૈલાસ વિજયવર્ગીયની ખાસ ગણાતા રમેશ મેંદોલાએ કહ્યું કે આકાશ પર નિર્ણય સંગઠન લેશે. આકાશનું સ્વાગત કરવાની વાત પર તેઓએ કહ્યું કે તેઓ તેને માત્ર લેવા જ ગયા હતા. સ્વાગત નથી કર્યું અને તેની કોઈ મંજૂરી પણ ન હતી. તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહની ઈન્દોર મુલાકાત રદ થવા અંગે તેઓએ કહ્યું કે સંસદ સત્ર ચાલી રહ્યું છે તેથી તેઓ ત્યાં ગયા નથી.