Home Sports IPL-2022 : ક્રિકેટમાં પ્રથમ વાર દર્શકો ગુજરાતી અને મરાઠી ભાષામાં કોમેન્ટ્રી માણી...

IPL-2022 : ક્રિકેટમાં પ્રથમ વાર દર્શકો ગુજરાતી અને મરાઠી ભાષામાં કોમેન્ટ્રી માણી શકશે!

Face Of Nation 18-03-2022 : IPL-2022ને લઈને દર્શકોનો ઉત્સાહ ચરમસીમાએ છે. આ મહા મુકાબલો શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે.તમામ ક્રિકેટ પ્રેમીઓ આ સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આની સાથે બ્રોડકાસ્ટર્સ પણ આ સિઝનની એક્શન પેક્ડ મેચોના રોમાંચને ઘરન ઘર સુધી લઈ જવા માટે અવનવું કરી રહ્યા છે. જેમાં મળતી માહિતી મુજબ IPL 2022થી પ્રથમ વાર ગુજરાતી ભાષામાં કોમેન્ટ્રી પણ શરૂ કરવામાં આવશે. IPL 2022ની શરૂઆત પહેલા માહિતી સામે આવી રહી છે કે, દર્શકોના મનોરંજનને ધ્યાનમાં રાખીને IPL 2022 બ્રોડકાસ્ટર દ્વારા કોમેન્ટ્રી ટીમમાં નવી નવીનતાઓ ઉમેરવામાં આવી છે. પ્રથમ વખત ચાહકો માટે મરાઠી અને ગુજરાતી ભાષામાં કોમેન્ટ્રી પણ આપવામાં આવશે. સામાન્ય રીતે કહીએ તો, અંગ્રેજી અને હિન્દી સિવાય, ટુર્નામેન્ટના સત્તાવાર પ્રસારણકર્તાઓએ અન્ય પ્રાદેશિક ભાષાઓ ઉપરાંત વર્ષોથી તમિલ અને કન્નડ કોમેન્ટ્રી વડે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવામાં સફળ રહ્યા છે. હવે તેમાં ગુજરાતી અને મરાઠી ભાષાઓનો પણ ઉમેરો થયો છે.
આખી ટુર્નામેન્ટની કોમેન્ટ્રી મરાઠી ભાષામાં પણ કરીશું
તો અમે પણ પહેલીવાર ગુજરાતી કોમેન્ટ્રી કરી રહ્યા છીએ. આ બાબતે સંજોગ ગુપ્તાએ જણાવ્યું હતું કે “અમે બતાવવા માંગીએ છીએ કે આ આઈપીએલ છેલ્લા 14 કરતા કઈ રીતે અલગ છે અને તેમાં નવું શું છે. આ વખતે IPLમાં શનિવાર અને રવિવારે બંગાળી અને મલયાલમમાં કોમેન્ટ્રી થશે. આ ઉપરાંત અમે આખી ટુર્નામેન્ટની કોમેન્ટ્રી મરાઠી ભાષામાં પણ કરીશું. સમગ્ર આઈપીએલનું આયોજન મહારાષ્ટ્રના પુણે અને મુંબઈમાં થઈ રહ્યું છે.વધુમાં તેણે કહ્યું કે “ભારતમાં અન્ય કોઈ રાજ્ય મહારાષ્ટ્ર જેટલું ક્રિકેટ જોતું નથી. બજાર અનુસાર અને આ વખતે IPLમાં 74 મેચો મરાઠી ભાષામાં બતાવવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતની ટીમ નવી છે, તેથી અમે પહેલીવાર ગુજરાતી કોમેન્ટ્રી કરી રહ્યા છીએ.”
ગુજરાતી બોલતા કોમેન્ટેટર્સ ઉમેરવામાં આવશે
IPL 2022 માટે ગુજરાતી ભાષામાં કોમેન્ટ્રી કરવા માટે પેનલમાં ગુજરાતી બોલતા કોમેન્ટેટર્સ ઉમેરવામાં આવશે. અહેવાલો અનુસાર, ગુજરાતી કોમેન્ટ્રી પેનલમાં ભૂતપૂર્વ વિકેટકીપર-બેટ્સમેન નયન મોંગિયા, અનુભવી ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ, ભૂતપૂર્વ વિકેટકીપર અને પસંદગીકારોના અધ્યક્ષ કિરણ મોરે અને ગુજરાતના લોકપ્રિય રેડિયો જોકીનો સમાવેશ થશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).