Home Politics ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જોઈને સમાજના બે ટુકડા થશે અને સમાજમાં આ રીતના...

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જોઈને સમાજના બે ટુકડા થશે અને સમાજમાં આ રીતના ભાગલા પાડવા યોગ્ય નથી : નાના પાટેકર

Face Of Nation 18-03-2022 : વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. આ ફિલ્મ વિવાદમાં પણ રહી છે. ફિલ્મ પર પ્રૉપગૅન્ડા ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે ફિલ્મમાં માત્ર એક પક્ષની જ વાત કરવામાં આવી છે. આ અંગે હવે બોલિવૂડ એક્ટર નાના પાટેકરે વાત કરી છે. ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં નાના પાટેકરે કહ્યું હતું કે, દેશમાં અમન-શાંતિનો માહોલ છે. દરેક ધર્મના લોકો સાથે રહે છે. આવા સમયે કારણ વગરની બબાલ ઊભી કરવી યોગ્ય નથી. આટલું જ નહીં તેમણે સીધા શબ્દોમાં કહ્યું કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જોઈને સમાજના બે ટુકડા થઈ જશે અને સમાજમાં આ રીતના ભાગલા પાડવા યોગ્ય નથી.
‘દેશમાં અમન-શાંતિથી રહી રહ્યા છે’
નાના પાટકરે એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ફિલ્મ બનાવીને તથા બતાવીને કારણ વગરનો હંગામો મચાવવામાં આવ્યો છે. આ યોગ્ય નથી. દેશમાં હિંદુ તથા મુસ્લિમ લોકો બંને અમન તથા શાંતિથી રહે છે. બંને ધર્મના લોકો અહીંયાના જ છે. આ માહોલ ખરાબ કરવા જેવી વાત છે.
ફિલ્મ જોયા બાદ સમાજના બે ટુકડા થઈ જશે’
નાના પાટેકરે વધુમાં કહ્યું હતું, ‘ભારતના હિંદુઓ તથા મુસલમાનો આ દેશના છે. બંને કોમ અમન તથા શાંતિથી રહે તે જરૂરી છે. બંને સમુદાયને એકબીજાની જરૂર છે. સમાજમાં બંને એકબીજા વગર રહી શકતા નથી. જ્યારે તમામ લોકો શાંતિથી જીવે છે તો કોઈ ફિલ્મને કારણે વિવાદ ઊભો કરવો યોગ્ય નથી. જે આમ કરે છે, તેમની પાસે જવાબ માગવો જોઈએ. ફિલ્મ જોયા બાદ સમાજના બે ટુકડા થઈ જશે, સમાજના આ રીતે ભાગલા પાડવા ઠીક નથી.’ (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).