Face Of Nation 18-03-2022 : ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ બીજીવાર સત્તાના સુત્રો 25 માર્ચે સંભાળશે. તેઓના નેતૃત્વમાં સતત બીજી વાર ભાજપા સરકાર રચશે. 25 માર્ચે લખનૌમાં શહીદ પદ સ્થિત ઇકાના સ્ટેડીયમમાં સમારોહ યોજાશે. કેટલાય સમીકરણો સાધતો આ શપથ ગ્રહણ સમારોહ ખાસ હશે. ભાજપાની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનારા લાભાર્થીઓને પણ બોલાવાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ભાજપા અધ્યક્ષ જે પી નડ્ડા સહિત કેન્દ્ર સરકારના મંત્રીઓ અને ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રી,સંઘ અને ભાજ્પનાં વરિષ્ઠ પદાધિકારીઓ શપથ ગ્રહણમાં શામેલ થશે. પ્રસાશને તેઓના સંભવિત શપથ ગ્રહની તૈયારીઓ શરુ કરી દીધી છે. યોગી મંત્રી મંડળના શપથ ગ્રહણ સમારોહમાં બસપા સુપ્રીમો માયાવતી, સપા સંરક્ષક મુલાયમ સિંહ, સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી, મહા સચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત વિપક્ષી દળોના નેતાઓને પણ આમંત્રિત કરાશે. સુચના વિભાગના અધિક સચિવ નવનીત સહેગલે જણાવ્યું કે, ઇકાના સ્ટેડીયમમાં શપથ ગ્રહણ સમારોહ થશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Politics ઉત્તર પ્રદેશમાં યોગી ‘રાજ’ની તૈયારીઓ; 25મીએ ભવ્યાતિભવ્ય શપથ ગ્રહણમાં પ્રધાનમંત્રી હાજર રહેશે