https://youtu.be/Ap9z4ndhBp8
Face Of Nation 18-03-2022 : બાંગ્લાદેશમાં ફરી એકવાર ઉગ્રવાદીઓએ ઢાકાના ઈસ્કોન હિંદુ મંદિર પર હુમલો કર્યો છે. 200થી વધુ લોકોના ટોળાએ બાંગ્લાદેશની રાજધાની ઢાકા સ્થિત ઇસ્કોન રાધાકાંતા મંદિરમાં તોડફોડ કરી હતી અને લૂંટ કરી હતી. આ દરમિયાન હિંદુ સમાજના અનેક લોકો ઘાયલ થયા હતા. અહેવાલો અનુસાર, હુમલામાં સુમંત્ર ચંદ્ર શ્રવણ, નિહાર હલદર, રાજીવ ભદ્ર સહિત ઘણા લોકો ઘાયલ થયા છે. તેવામાં આ ટોળાનું નેતૃત્વ હાજી શફીઉલ્લાહ કરી રહ્યા હતા.
ઈસ્કોન મંદિરને નિશાન બનાવ્યું
હાજી શફીઉલ્લાહના નેતૃત્વમાં 200થી વધુ લોકોએ ગઈકાલે સાંજે લગભગ 7 વાગે ઢાકાના વારીમાં 222 લાલ મોહન સાહા સ્ટ્રીટ પર ઈસ્કોન રાધાકાંત મંદિર પર હુમલો કર્યો. તોડફોડ કરી અને લૂટફાટ કરી. આ હુમલામાં અનેક હિન્દુઓ ઘાયલ થયાના સમાચાર છે.
પહેલા પણ થયા છે મંદિર પર હુમલા
બાંગ્લાદેશના હિન્દુ મંદિરો પર હુમલાની આ પહેલી ઘટના નથી. ગત વર્ષે જ નવરાત્રિ સમયે કેટલાક દુર્ગા પૂજા પંડાલો પર હુમલા કરાયા હતા. આ દરમિયાન અનેક મંદિરો પર પણ હુમલા થયા હતા. આ હિંસામાં 2 હિન્દુઓ સહિત 7 લોકોના મોત થયા હતા. ત્યારે પણ ઢાકા સ્થિત ઈસ્કોન મંદિર પર હુમલો થયો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).