Home Sports કતારમાં ફીફા વર્લ્ડકપ તૈયારી : 8 ઓપન સ્ટેડિયમમાં લગાવાયાં AC; બહાર 55...

કતારમાં ફીફા વર્લ્ડકપ તૈયારી : 8 ઓપન સ્ટેડિયમમાં લગાવાયાં AC; બહાર 55 ડિગ્રી હશે તો પણ મેદાનમાં 22 ડિગ્રી જ રહેશે તાપમાન?!

Face Of Nation 19-03-2022 : આ વર્ષે નવેમ્બરમાં ફુટબોલ ફીવર શરૂ થશે. કતારમાં 21 નવેમ્બરથી 18 ડિસેમ્બર વચ્ચે ફીફા વર્લ્ડકપ રમાશે. પહેલી વખત ફુટબોલ વર્લ્ડકપ કોઈ ગલ્ફ કન્ટ્રીમાં ખેલાશે. કતાર પણ દુનિયાના તમામ ફુટબોલ ફેન્સને યુનિક એક્સપીરિયન્સ આપવા માગે છે. તેઓએ તેમના 8 સ્ટેડિયમને એર કન્ડીશન્ડ (AC) બનાવ્યા છે. જે માટે કરોડો ડોલરનો ખર્ચ કર્યો છે. ખાડી દેશોમાં રણ પ્રદેશ વધારે હોય છે આજ કારણ છે કે અહીં તાપમાન અન્ય દેશોની તુલનાએ ઘણું વધારે જોવા મળે છે. એવામાં ખેલાડીઓ અને દર્શકોની સુવિધા માટે સ્ટેડિયમમાં એર કન્ડીશનર લગાડવામાં આવ્યા છે. દુનિયામાં આવું પહેલી વખત થઈ રહ્યું છે કે ઓપન એર સ્ટેડિયમને એર કન્ડીશન્ડ બનાવવામાં આવી રહ્યાં છે. આ કામને પાર પાડ્યું છે ડૉ. કૂલ નામથી જાણીત મિકેનિકલ એન્જિનિયર ડૉ. સાઉદ ગનીએ. ગની મુજબ જો સ્ટેડિયમની બહાર તાપમાન 52 ડિગ્રી સેલ્સિયસ હશે તો પણ અંદરનું તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ જ રહેશે.
સ્ટેડિયમમાં બેઠેલા લોકો અને ખેલાડીઓ ઠંડી હવામાં રહેશે
ડૉ. ગની જણાવે છે કે- ઓપન એર સ્ટેડિયમ માટે AC ડિઝાઈન કરવું ઘણું જ પડકારજનક હતું. ગરમ હવા ઠંડી હવાની તુલનાએ હલકી હોય છે. ગરમ હવા ઉપર જ્યારે ઠંડી હવા નીચે રહે છે. સ્ટેડિયમમાં અમે આ ઠંડી હવાને જ રિસાઈકલ કરીશું. જેને એક ઉદાહરણ સાથે સમજો. જ્યારે એક ગ્લાસમાં પાણી અને તેલ નાખવામાં આવે છે ત્યારે તેલ ઉપર હોય છે કેમકે તે હલકું હોય છે. પાણી નીચે બેસી જાય છે કેમકે તે ભારે હોય છે. આ દરમિયાન ગ્લાસમાં તરી રહેલી માછલી પાણીના ઠંડી સપાટી પર રહે છે. અમે આ ફોર્મ્યૂલા અપનાવી છે. મેચ દરમિયાન સ્ટેડિયમમાં બેઠેલા લોકો અને ખેલાડીઓ ઠંડી હવામાં રહેશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).