Home Uncategorized ચીનમાં ઓમિક્રોનના BA.2 વેરિયન્ટને કારણે 19 રાજ્યમાં લોકડાઉન; સક્રિય કેસ 5,000થી વધીને...

ચીનમાં ઓમિક્રોનના BA.2 વેરિયન્ટને કારણે 19 રાજ્યમાં લોકડાઉન; સક્રિય કેસ 5,000થી વધીને 17,000 સુધી પહોંચ્યા

Face Of Nation 19-03-2022 : વિશ્વનો પ્રથમ કોરોના કેસ ચીનમાં 17 નવેમ્બર 2019ના દિવસે નોંધાયો હતો. એના 75 દિવસ પછી એટલે કે 30 જાન્યુઆરી 2020ના દિવસે કોરોનાએ ભારતમાં દસ્તક દીધી હતી. ફરી એકવાર ચીનમાં ઓમિક્રોનના BA.2 વેરિયન્ટને કારણે 19 રાજ્યમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. અહીં છેલ્લા 4 દિવસમાં સક્રિય કેસ 5280થી વધીને 16,974 થઈ ગયા છે. કોરોનાના BA.2 વેરિયન્ટને Stealth Omicron તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. કોવિડ વિશે 3 વખત સચોટ દાવા કરનારી શાંઘાઈ ફુદાન યુનિવર્સિટીએ 15 માર્ચે રિપોર્ટ જાહેર કર્યો હતો. ચીનમાં કોરોનાના કેસમાં અચાનક વધારા માટે ‘સ્ટીલ્થ ઓમિક્રોન’ જવાબદાર છે. જો આ ઝડપે કેસ વધતા રહેશે તો ચીન કોરોનાની ચોથી લહેરમાંથી પસાર થઈ શકે છે.
ભારતમાં મોટા ભાગના લોકોનું વેક્સિનેશન થઈ ગયું છે
હોંગકોંગ અને ચીનમાં વધી ઉત્તરોત્તર વધી રહેલા કેસ પછી ચોથી લહેર આવવાની વાતો થઈ રહી છે, પરંતુ ભારતમાં મોટા ભાગના લોકોનું વેક્સિનેશન થઈ ગયું છે. આવી સ્થિતિમાં અહીં કોઈપણ લહેરની મોટી અસર નહીં થાય. હા, એ અલગ વાત છે કે એપ્રિલના અંતથી જૂન સુધી દેશમાં સ્ટીલ્થ ઓમિક્રોનના કેસ સામે આવતા રહેશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).