Home News 14મી ભારત-જાપાન વાર્ષિક સમિટ : પ્રધાનમંત્રી મોદી જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાને મળ્યા

14મી ભારત-જાપાન વાર્ષિક સમિટ : પ્રધાનમંત્રી મોદી જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાને મળ્યા

Face Of Nation 19-03-2022 :  જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા શનિવારે બે દિવસની મુલાકાતે દિલ્હી પહોંચ્યા હતા. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કિશિદાનું સ્વાગત કર્યું હતું. અહીં કિશિદા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. આ સિવાય તેઓ 14મી ભારત-જાપાન વાર્ષિક સમિટમાં પણ ભાગ લેશે. જાપાનના અખબારે અહેવાલ આપ્યો છે કે કિશિદા તેમની મુલાકાત દરમિયાન ભારતમાં જાપાની કંપનીઓ દ્વારા સીધા રોકાણમાં વધારો અને ક્ષમતા વિસ્તરણની જાહેરાત કરી શકે છે.
કિશિદા ભારતમાં રોકાણની પણ જાહેરાત કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન કિશિદા લગભગ 300 બિલિયન યેનની લોન પર સહમત થવાની અપેક્ષા છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, બંને પક્ષો કાર્બન ઘટાડવા સંબંધિત ઊર્જા સહયોગ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરે તેવી અપેક્ષા છે. અખબારે અહેવાલ આપ્યો છે કે, કિશિદા ભારતમાં 5,000 બિલિયન યેનના રોકાણની પણ જાહેરાત કરી શકે છે. આ રોકાણ આગામી પાંચ વર્ષમાં કરવામાં આવશે. અખબારે જણાવ્યું હતું કે 5,000 બિલિયન યેનનું રોકાણ કિશિદાના પુરોગામી શિન્ઝો આબે દ્વારા 2014 માં જાહેર કરાયેલ 3,500 બિલિયન યેન રોકાણ અને ભંડોળ ઉપરાંત હશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આમંત્રણ આપ્યું હતું
જાપાન હાલમાં ભારતના શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ જાપાનની શિનકાનસેન બુલેટ ટ્રેન ટેક્નોલોજી પર આધારિત હાઈ-સ્પીડ રેલવે પ્રોજેક્ટ વિકસાવવામાં મદદ કરી રહ્યું છે. વડાપ્રધાન કિશિદા આર્થિક પરિષદ દરમિયાન જાહેર-ખાનગી ભંડોળની જાહેરાત પણ કરવાના છે. જાપાનના વડાપ્રધાન શનિવારે બે દિવસની ભારત મુલાકાતે આવ્યા છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા છે. આ સમિટમાં બંને પક્ષોને દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પરિમાણોની સમીક્ષા કરવાની અને તેને આગળ લઈ જવાના માર્ગો પર વિચાર કરવાની તક મળશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).