Face Of Nation 19-03-2022 : પંજાબમાં શાનદાર વિજય બાદ હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર છે. 2022ની ચૂંટણીમાં આપ ભાજપને ટક્કર આપવા માટે જોર લગાવી શકે છે. ત્યારે આજે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે આપના નેતાઓનો સંપર્ક કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ જોતા લાગે છેકે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પહેલા હાર્દિક પટેલ આપમાં જોડાઈ શકે છે. હાલમાં રાજકીય વતૃળોમાં હાર્દિકને લઈને અનેક તર્ક વિતર્કો સર્જાયાં છે.
નરેશ પટેલ અને હાર્દિક પટેલ આપના ધ્યાનમાં
ગુજરાતમાં ભાજપ સામે જોરશોરથી લડવા માટે આમ આદમી પાર્ટીએ અગાઉ પાટીદાર આગેવાનોને પક્ષમાં લીધા હતા. પરંતુ હાલ આપ વેરવિખેર થઈ ગઈ છે, એટલું જ નહીં ગુજરાતમાં આપ પાસે કોઈ ચોક્કસ ચેહરો કે રાજકીય કુનેહકાર નથી. જેના કારણે આપમાં હાલ એક કરતાં વધુ નેતાઓ પોત પોતાનું રાજકારણ કરી રહ્યા છે. આવા સમયે આપની નજર કોઈ પાટીદાર આગેવાન કે જે મુખ્યમંત્રીનો ચેહરો બની શકે તે તરફ છે, જેમાં નરેશ પટેલ અને હાર્દિક પટેલ આપના ધ્યાનમાં આવી ગયા છે. આપનું ગણિત એવું લાગે છે કે, ગુજરાતમાં પાટીદારો હજુ પણ ભાજપથી ક્યાંકને ક્યાંક અસંતુષ્ટ છે, અને તેનો લાભ લેવા નરેશ પટેલ કે હાર્દિક પટેલને મુખ્યમંત્રીનો ચેહરો બનાવી ગુજરાતમાં ચૂંટણી લડવામાં આવે તો ભાજપને ટક્કર આપી શકે છે. (આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).