Face Of Nation 19-03-2022 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદા 14મી વાર્ષિક ઈન્ડો-જાપાન સમિટ યોજાઈ હતી, જ્યાં બંને રાષ્ટ્રો વચ્ચે પ્રતિનિધિમંડળ-સ્તરની વાટાઘાટો થઈ હતી. પીએમ મોદીએ વાતચીત બાદ કહ્યું- “જાપાન ભારતમાં આગામી પાંચ વર્ષમાં 5 ટ્રિલિયન યેન એટ્લે કે રૂ. 3.2 લાખ કરોડનું રોકાણ કરશે,” બંને નેતાઓએ ભારત-જાપાન ઇકોનોમિક ફોરમને પણ સંબોધિત કર્યું, જ્યાં તેઓએ “ભારતના વસ્તી વિષયક ડિવિડન્ડ અને જાપાનની મૂડી અને ટેકનોલોજીને સુમેળ સાધવા” પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પ્રધાનમંત્રીએ ફોરમમાં જણાવ્યું હતું કે “પ્રગતિ, સમૃદ્ધિ અને ભાગીદારી એ ભારત-જાપાન સંબંધોનો આધાર છે. અમે ભારતમાં જાપાનીઝ કંપનીઓને તમામ શક્ય સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છીએ,” તેમણે જાહેર કર્યું હતું કે સાયબર સુરક્ષા, ક્ષમતા નિર્માણ, માહિતીની વહેંચણી અને સહકારના ક્ષેત્રોમાં રાષ્ટ્રો વચ્ચે કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું, “ભારત અને જાપાન મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર પર ‘વન ટીમ-વન પ્રોજેક્ટ’ તરીકે કામ કરી રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).