Home Uncategorized પુતિને પર્સનલ સ્ટાફના 1000 કર્મચારીઓને હટાવ્યા, મને ઝેર આપીને મારી નાખવાનો સતાવી...

પુતિને પર્સનલ સ્ટાફના 1000 કર્મચારીઓને હટાવ્યા, મને ઝેર આપીને મારી નાખવાનો સતાવી રહ્યો છે ડર!

Face Of Nation 20-03-2022 : યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 20 દિવસથી વધારે સમય થઇ ગયો છે. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે પુતિને યુદ્ધ સંકટ વચ્ચે પોતાના પર્સનલ સ્ટાફના લગભગ એક હજાર કર્મચારીઓને નોકરીમાંથી હટાવી દીધા છે. પુતિને તે લોકોના સ્થાને નવા લોકોની ભરતી કરી છે. રશિયાના મીડિયાના મતે રાષ્ટ્રપતિ પુતિનના ખાવામાં ઝેર ભેળવી હત્યા કરવાની શંકા છે. માનવામાં આવી રહ્યું છે કે પુતિને પોતાના પર્સનલ સ્ટાફમાં આટલો મોટો ફેરફાર હત્યાના ડરથી કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં જાસુસી એજન્સીઓએ પુતિનની હત્યાના ઇન્પુટ આપ્યા છે. તેને નિપટવા માટે સતર્કતા વધારી દીધી છે.
હત્યાની સૌથી સામાન્ય રીતે ઝેર છે!
ઉલ્લેખનીય છે કે આ મહિનામાં એક અમેરિકાના સાંસદે પુતિનની હત્યાની વાત કહી હતી. સાંસદ ગ્રાહમના આ નિવેદન બદલ તેને રશિયા અને પોતાની પાર્ટી તરફથી ફટકાર પણ લગાવી હતી. જણાવી દઈએ કે રશિયામાં હત્યાની સૌથી સામાન્ય રીતે ખાવામાં ઝેર આપી દેવાની છે. જોકે પુતિન આને લઇને ઘણા સચેત છે. બતાવવામાં આવી રહ્યું છે કે પુતિનને જ્યારે પણ ખાવાનું આપવામાં આવે છે ત્યારે તેની તપાસ થાય છે. રાષ્ટ્રપતિ પુતિને સ્ટાફમાં જે લોકોને હટાવ્યા છે તેમાં સુરક્ષા ગાર્ડ્સ, કુક અને પર્સનલ સેક્રેટરી સામેલ છે. આ પહેલા એક નિવેદનમાં ટીવી પર પુતિને કહ્યું હતું કે યુક્રેન સામે યુદ્ધ શરુ થયા પછી રશિયામાં તેની સામે અભિયાન શરુ કરી શકે છે અને સાથે કેટલાક વિદ્રોહી લોકો તેમની હત્યાનું ષડયંત્ર રચી શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).