Home Gujarat રાજ્યમાં હીટવેવની સ્થિતિમાં ઈમરજન્સી ‘108’ના કોલમાં વધારો, ગરમીને કારણે લોકોની શ્વાસ લેવામાં...

રાજ્યમાં હીટવેવની સ્થિતિમાં ઈમરજન્સી ‘108’ના કોલમાં વધારો, ગરમીને કારણે લોકોની શ્વાસ લેવામાં તકલીફ વધી!

Face Of Nation 21-03-2022 :  રાજ્યમાં કેટલીક જગ્યાએ 41 ડીગ્રીને પાર થયેલા તાપમાનને લઇને હીટ સ્ટ્રોકના ચાર બનાવ સામે આવ્યા છે. દેવભૂમિ દ્વારકામાં 3 અને રાજકોટમાં 1 વ્યક્તિને લૂ લાગી હતી, જેને કારણે તેમને તાત્કાલિક ઈમરજન્સી સેવા 108ની મદદથી સારવાર માટે લઇ જવી પડી હતી. હીટવેવને લઇને અન્ય બીમારીઓમાં પણ ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. અસહ્ય ગરમીની અસર લોકોના સ્વાસ્થ્ય પર સીધી પડી રહી છે. ઈમરજન્સી સેવા 108ના અધિકારીઓના જણાવ્યા મુજબ, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો 41 ડીગ્રીની આસપાસ જોવા મળી રહ્યો છે. હીટવેવની આ સ્થિતિમાં ઈમરજન્સી સેવા 108ના કોલમાં થોડો વધારો થયો છે.
ગરમીને કારણે લોકોની શ્વાસ લેવામાં તકલીફ વધી
વિવિધ બીમારીઓથી પીડાતા હોય તેવા લોકોને ગરમીને કારણે વધુ તકલીફ સહન કરવી પડે છે. ગરમીની લૂ લાગવાને કારણે આ કેસોમાં વધારો થયો હોય એવું અનુમાન છે. 12 માર્ચથી 18 માર્ચ સુધીના અઠવાડિયામાં અમદાવાદમાં પેટના દુખાવાના 344 કેસ અને રાજ્યમાં 1326 કેસ નોંધાયા હતા, જે ગત ફેબ્રુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયાની તુલનામાં 20.66 ટકા વધુ કેસ છે. ઝાડા-ઊલટીના કેસની વાત કરીએ તો અમદાવાદમાં 44.75 ટકા અને રાજ્યમાં 32.31 ટકાનો વધારો આ સમયગાળામાં જોવા મળ્યો છે.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).