Home Politics ભાજપ માટે બાવાના બેઉ બગડ્યા; “પાટીદારો 2017વાળી કરશે તો 2022માં 150 બેઠકો...

ભાજપ માટે બાવાના બેઉ બગડ્યા; “પાટીદારો 2017વાળી કરશે તો 2022માં 150 બેઠકો મેળવવાનો ટાગેટ પૂર્ણ કરવો અઘરો થશે”!

Face Of Nation 21-03-2022 : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાં જ પાટીદાર આગેવાન નરેશ પટેલે ફરી રાજકારણમાં પ્રવેશવાની તૈયારીઓ બતાવી છે. આ સંજોગોમાં ભાજપને પણ પાટીદારોની ચિંતા થવા લાગી. નરેશ પટેલ ‘આપ’માં જતા રહે તો ભાજપ માટે બાવાના બેઉ બગડ્યા. આથી જ તાત્કાલિક અસરથી પાટીદારો સામેના બાકી કેસ પાછા ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભાજપને અંદરખાને એવો ભય પણ છે કે, જો પાટીદારો 2017વાળી કરશે તો 2022માં 150 બેઠકો મેળવવાનો ટાગેટ પૂર્ણ કરવો અઘરો થઈ જશે.
આજે પણ 71 વિધાનસભા બેઠકો પર પાટીદારોનો પાવર
ગુજરાતના રાજકારણમાં પાટીદાર સમાજ પાવરફુલ જ રહ્યો છે. રાજ્યના કુલ મતદારોના 15 ટકા એટલે કે વિધાનસભાની 71 બેઠકો પર પ્રભુત્વ ધરાવતા પાટીદારો છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપથી રિસાયેલા છે. તેમને મનાવવા માટે જ ભાજપે હવે પાટીદારો સામેના અનામત આંદોલનના કેસો પાછા ખેંચવાની કવાયત આદરી છે. કેમકે આગામી 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 150થી વધુ બેઠકોનું લક્ષ્ય પાર કરવું હશે તો પાટીદારોનો પ્રેમ પાછો લેવો પડશે. ભાજપના આંતરિક સર્વેમાં આવું એક તારણ આવ્યું હતું. 2017ની ચૂંટણીમાં પાટીદારોના કારણે ભાજપની 8 બેઠકો ઘટી ગઈ હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).